________________
પરિભ્રમણ કરતા નારદ મુનિ આવી પહોંચ્યાં. આસનાદિ આપવાપૂર્વક શ્રી કૃષ્ણએ તેમનો સત્કાર કર્યા પછી પૂછ્યું કે હે મહર્ષિ ! શૌચ એટલે શું? તેને ન જાણતા એવા નારદ જલ્દી પૂછવા માટે પૂર્વવિદેહમાં શ્રી સીમંધર સ્વામી પરમાત્મા પાસે ગયાં. ત્યાં યુગબાહુવાસુદેવે પણ તે જ [શૌચ એટલે શું ?] પ્રશ્ન પૂછતાં પરમાત્માએ “શૌચ એટલે સત્ય' એ પ્રમાણે ફરમાવ્યું. ત્યાર પછી અપરવિદેહમાં શ્રી યુગમંધરજિનેશ્વરને મહાબાહુવાસુદેવે તે જ પ્રશ્ન પૂછતા પ્રભુએ તે જ ઉત્તર આપ્યો. તેથી કરીને એક પદ વડે જણાયેલા તે જિનવચનને સાંભળીને તરત જ નારદ દ્વારિકામાં આવ્યા અને કૃષ્ણને કહ્યું કે - હે રાજન્ ! ત્યારે તમે શું પૂછ્યું હતું? તેમણે કહ્યું કે શૌચ એટલે શું? ત્યારે તે નારદે શૌચ એટલે સત્ય ! એમ કહેતાં ફરી પણ શ્રી કૃષ્ણ સત્ય એટલે શું ? એમ પૂછ્યું. ત્યારે સત્યને ન જાણતા હસાયેલા નારદ મનમાં વિષાદ પામીને વિચારે છે કે “જ્ઞાન વિના કાંઈ પણ નથી.” પછી અપૂર્વકરણના અધ્યવસાય જાગવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યાં અને જ્ઞાની એવા નારદે ભાવચારિત્ર વડે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી ઋષિભાષિત આગમમાં “સત્ય” નામના અધ્યયનની રચના કરી. તે શ્રી કચ્છલ્લનામના નારદને કે જેઓ મોક્ષપદને
પામ્યાં છે તેમને વંદન કરું છું. (૩૩-૩૪) श्लोक : नारयरिसिपामुक्खे, वीसं सिरिनेमिनाहतित्थम्मि । पन्नरस पासतित्थे, दस सिरिवीरस्स तित्थम्मि ॥३५॥
॥ श्रीऋषिमण्डल क