________________ 74 (7) અનંત સુખ આત્મા અનંત સુખને માલિક છે, જડ નહીં. . ચેતનવંત દેહ પર અત્તર લગાડે તે એને હર્ષ થાય પણ મૃતદેહ પર લગાડે છે? સુખને અનુભવ આત્મા જ કરી શકે છે. માથું દુખે છે ત્યારે ઘણું કહે છે કે ચા પીએ એટલે માથું ઊતરે છે. સંડાસ સાફ આવે છે. અનંત સુખ પરના આવરણથી બંધાયેલ કર્મ તે વેદનીયકર્મ, બહારના તુચ્છ પદાર્થોથી સુખ થતું નથી. (8) અક્ષયસ્થિતિ આત્માને છેલ્લે ગુણ અક્ષયસ્થિતિ છે. આત્મા ક્ષીણ થતું નથી. એ તે કાયમ એક જ સ્થિતિમાં રહે છે. એને આ દેહમાં રહેવું પડે છે. એ જેલ છે. આ અક્ષયસ્થિતિ પરના આવરણને કારણે આયુષ્યકર્મ બંધાય. કેઈનું 75 વર્ષનું, તે કેઈનું પ૦ નું, કેઈનું 25 નું, તે કેઈનું બે ઘડીનું. એ આયુષ્ય ભેગવવા તૈયાર રહેવાનું જ. જીવ માત્રની આ સ્થિતિ છે. કર્મની ગતિ ન્યારી છે. कृतं कर्म अवश्यमेव भोक्तव्यम् / વામિકી ઘરે પૂછીને આવ્યા. પત્ની બાળકેએ પાપના ભાગીદાર થવાની સાફ ના સંભળાવી. વાલ્મિકીએ ડાકુપણું છોડયું. સાધુ બન્યો. રામાયણ જેવો મહાન ગ્રંથ બનાવી અમર બની ગયે. માનવે પિતાની કરણ બદલવી જ પડશે. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन / –ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને જણાવતા કહે છે કે હે અર્જુન! આ કર્મ કરવાને જ તારે અધિકાર છે. ફલની ચિંતા તું કરીશ નહીં. ફલ તે મારા હાથમાં છે.