________________ આ વાતથી કર્મ શબ્દ ગીતામાં જુદા અર્થમાં છે. જૈન ધર્મમાં કર્મ શબ્દ કરેલા શુભ-અશુભ-પુણ્ય-પાપના અર્થમાં વપરાય છે. કાર્ય કારણભાવ સંબંધ જેમ માટી અને ઘડે, ધુમાડો અને અગ્નિ આદિની વચ્ચે કાર્ય–કારણભાવ સંબંધ છે. તેવી જ રીતે સુખ-દુઃખાદિ ભાવે જે દેખાય છે. તે તે કાર્ય સ્વરૂપ છે. તે પછી તેને કારણ તરીકે કોને ઓળખશું? કારણ વિના તે કાર્યનું નિર્માણ થતું જ નથી. સુખ-દુઃખાદિ કાર્યભાવે છે તે તેના જ કારણ સ્વરૂપે શુભાશુભ પ્રવૃત્તિ-પુણ્ય-પાપ—અથવા ધર્મ-અધર્મની પ્રવૃત્તિને જ કારણ માનવાનું પરમાત્માએ ફરમાવ્યું છે. સંસારમાં સુખ અને સુખી, દુઃખ અને દુઃખી, શ્રીમંત અને શ્રીમંતાઈ ગરીબ અને ગરીબી, શત્રુ અને શત્રુતા, જ્ઞાન અને જ્ઞાની, ધન અને દાની, રાગ અને રાગી, દ્વેષ અને દેશી આ બધા ગુણદોષ અને વ્યક્તિની વચ્ચે જે સંબંધ છે. તેમાં પણ જે શુભાશુભની તરતમતા છે તે કર્મના ફળની જ અવસ્થા છે. વિના કમેં એક સુખી અને બીજે દુઃખી, એક રાજા અને બીજે રંક, એક અમીર અને બીજે ગરીબ, એક જ્ઞાની અને બીજે અજ્ઞાની, એક દાની અને બીજે કંજુસ. આ બધી વિષમતા સંસારમાં સંભવે જ નહીં. જીવ સ્વયં પિતાના શુભાશુભ કર્મને કર્તા છે અને સ્વયં પિતે જ પિતાના કર્મના ફળને ભક્તા પણ છે. સંaragri ...સર્વેના સર્વ પાપકર્મો ક્ષય પામે એ જ પ્રભુ ચરણે અભ્યર્થના.