________________ 73 સમયે આ ઉપદ્રવ કોણે કર્યો હશે. ઈન્ડે તરત જ અવધિજ્ઞાનને ઉપયોગ કરી જોયું તે જણાયું કે આ તે પિતાના મનની શંકાને જવાબ છે. એટલે તરત જ એણે ભગવાન મહાવીરસ્વામીની ક્ષમા યાચી. આત્માની અનંત શક્તિને વિચાર કરે, બહારની શક્તિને નહીં. હેસ્પિટલમાં પડ્યા છે, પગથી માથા સુધી પ્લાસ્ટર હેય, પડખું ફરવા માટે ય કેઈની સહાય લેતા છે અને એવામાં આગ લાગે તે? બારીમાંથી કૂદકે મારે ને? ત્યારે એ શક્તિ ક્યાંથી આવે છે? આત્માની શક્તિ જેનાથી ઢંકાય તે અંતરાય ક. (5) અનામી ગુણ અમે અનામી છે, અરૂપી છે. આત્માને નામ નથી, તમારે બધાં નામ છે. માનવી મૃત્યુ પામે ત્યારે “જીવ ગયે એમ કેમ બેલીએ છીએ? આત્માનું નામ નથી, એ અનામી છે માટે ને? અહીં સંસારમાં આવ્યા પછી નામ ધારણ કર્યા. એના પર આવરણ તે નામકર્મ કહેવાય. ' (6) અગુરુલઘુ આત્માને બીજે ગુણ વજન વિહીનતા છે. આત્મા નાને કે માટે નથી. છતાં સંસારના વ્યવહારમાં તમે કહે છે ને કે એ બહુ મોટા માણસ છે, એમને આગળ બેસવા દે. એમને હાથ બહુ મોટો. આત્માના આ ગુણે પર આવરણને કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે નાના મેટા જ્ઞાતિભેદ બન્યા, આ આવરણને કારણે બંધાયું તે ગોત્રકમ.