________________ પર મરભૂતિ અને કમઠ એ બે સગા ભાઈઓમાં 10 ભવની વેરપરંપરા સજાઈ એક બીજાને જુએ છે ને વેર જાગે છે, તીર ઉપાડે છે. સંસારનું સ્વરૂપ જ સંસારમાં આજ રાગદ્વેષ ચાલ્યા જ કરે છે. સંસાર તે ઊકળતા ચરુ છે. સંસારમાં કઈ જીવ રાગદ્વેષ વિનાને નથી. આ સંસારમાં રાગદ્વેષ અને જન્મમરણનું ચક ચ લ્યા જ કરે. આનું જ નામ ચક્ર. એવું તે કયું પ્રબળ કારણ છે કે સંસારમાં કે સુખી છે, તે કઈ દુઃખી છે. સંસારમાં વિષમતા, વિચિત્રતા અને વિવિધતા છે. વિષમતા સંસારમાં ક્યાં નથી? . એક જ માતાના ચાર પુત્ર સરખાં છે? કેઈ સુખી છે, તે કઈ દુઃખી છે. કઈ અમીર છે, તે કઈ ગરીબ છે. કઈ બુદ્ધિશાળી છે, તે કઈ બુધ્ધ છે. કઈ રાજા છે, તે કઈ રંક છે, પણ આ વિષમતાનું કારણ શું? એનું કારણ શોધવા મહેનત કરે, વિચાર તે બંધ કરે છે પણ વિચાર-વિચારમાં ફેર છે. * - કેઈ કહે છે કે “લખ્યા લેખ લલાટે.. જરા વિચાર કરે કે લેખ લખ્યાં ? લખ્યા વળી ઉપરવાળાએ, એમ પણ કઈ કડે છે.