SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 50 જડથી આપણે બંધાયા કે આપણાથી જડ બંધાયે? આપણને જડની જરૂર કે જડને આપણી જરૂર ? તમને પૈસાની જરૂર કે પૈસાને તમારી જરૂર? કેણુ તેના માટે? કેની જરૂર કેને? વિચારીને જવાબ આપજે. સભા : આપણને જડની જરૂર આપણને જડની જરૂર ન હતી તે આપણે એની પાછળ પડત જ નહીં ને? નોટ જડ છે. એના પર આંકડા લખ્યા હેય 100, 1000, 100000 ના પણ એ નોટને પૈસાને આનંદ થતું નથી. અને તમે . ? આત્મામાં જ કર્તા અને ભક્તાભાવ છે. તમને એ નેટ મળતાં આનંદ થાય છે. આપણને જ જડની જરૂર લાગે છે. અંતમાં જડ કર્તા નથી, સાધન માત્ર રહે છે. જીવ જ એ જડને ઉપભેગ કરે છે. આત્મા સ્વયં શક્તિશાળી છે, એ જ જડને ઉપયોગ કરે છે. આત્મા જ સ્વયં કર્તા છે, ભક્તા છે. સંસારનું પરિભ્રમણ ગજબનું ભયંકર છે. એ ચક્કરમાંથી હજી આપણે નીકળ્યા નથી. જન્મ-મરણનું એ ચક ચાલ્યા જ કરે છે. આજે જેને પ્રેમ કરે, કાલે તેના પર દ્વેષ કરે! આજે ગમે, તે કાલે ન ગમે. એક યુવાન કેકની પાછળ પાગલ થયેલ. ત્રણ ત્રણ વર્ષની મહેનત કરી પરણી ગયા. પંદર દિવસ પછી એક દિવસ મેટરમાં ફરવા ગયા.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy