________________ ૧૪૭ર 1. મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, 2 સાસ્વાદન ગુણસ્થાન, 3 મિશ્રદષ્ટિ ગુણસ્થાન, 4. અવિરત સમ્યગુંદષ્ટિ ગુણસ્થાન,પદેશવિરતિ ગુણસ્થાન, 6. પ્રમત્ત સંયત ગુણસ્થાન, ૭અપ્રમત્ત સંવત ગુણસ્થાન, ૮.નિવૃત્તિ અથવા અપૂર્વકરણ ગુણસ્થાન, 9 અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન, 10. સૂક્ષમ સંપરાય ગુણસ્થાન૧૧. ઉપશાંતમૂહ વીતરાગ ગુણસ્થાન, 12. ક્ષીણમડ વીતરાગ ગુણસ્થાન, 13. સગી કેવલી ગુણસ્થાન, 14. અગી કેવલી ગુણસ્થાન. આ પ્રમાણે 14 ગુણસ્થાનેનાં નામે છે. (1) મિથ્યાદષ્ટિ ગુણસ્થાન अदेवागुर्वधर्मेषु, या देवगुरुधर्मधीः / . . तन्मिथ्यात्वं भवेव्यक्तमव्यक्तं मोहलक्षणं // અસત્યમાં સત્યને આરેપ કરે, અથવા સત્યસાં અસત્યને આરેપ કરીને તેવી બુદ્ધિ રાખવી તે મિથ્યાદષ્ટિ છે. દા. ત. જે ભગવાન નથી, તેને ભગવાન માનવા. અરિહંત તીર્થકરનું ગુણાત્મક સાચું સ્વરૂપ જ્યાં ન હોય અને તેને ભગવાન માનવા, તે જ પ્રમાણે જે કંચન-કામિનીને ત્યાગી પંચમહાવ્રતધારી આદિ ગુણવાન સાચા ગુરુ નથી તેને સાચા ગુરુ-માનવા તેમજ હિંસાદિની પ્રવૃત્તિવાળે જે અધર્મ છે તેને ધર્મ માન, આવા વિપરીતભાવની બુદ્ધિ તે મિયાદષ્ટિ કહેવાય છે. તેને આપણે વ્યક્ત મિથ્યાત્વના નામે ઓળખીએ અને મિથ્યાત્વ મેહનીયકર્મ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. અશ્રદ્ધા-વિપરીત શ્રદ્ધા, વિપરીત-પ્રરૂપણા સંશય અને અનાદરની બુદ્ધિ તે વ્યક્તિ મિથ્યાત્વ કહેવાય. શ્રી સર્વજિનેશ્વરપ્રણીત જીવાદિ નવતમાં સાચી શ્રદ્ધા ન રાખવી તે આ મિથ્યાત્વ કહેવાય. મિથ્યાત્વના આભિગ્રહિકાશિ ભેદનું સ્વરૂપ સત્તમાં વ્યાખ્યાનમાં આપણે જોઈ ગયા છીએ. એટલે અહીં ફરીથી, રીપિટ-નથી કરતા.