________________ 473 અનાદિ અવ્યક્ત મિથ્યાત્વ તે જીવની સાથે સદાકાળથી બંધાયેલું જ છે. એટલા માટે અવ્યક્ત મિથ્યાત્વને ગુણસ્થાનક તરીકે નથી ઓળખે. પરંતુ લેક વ્યવહારકાળમાં પણ આ મનુષ્ય છે, આ પશુ છે, ઈત્યાદિ પ્રતીતિ જે એનામાં પડેલી છે તેથી વ્યક્ત મિથ્યાત્વને પ્રથમ ગુણસ્થાને સ્થાન આપવામાં આવ્યું છે. અભવ્યજીવોમાં તે પ્રશ્ન જ નથી. આ મિથ્યાત્વ તે અભવ્યમાં અનાદિ-અનન્તકાળ રહેવાનું જ છે. પરંતુ ભવ્યજીવોમાં અનાદિસાન્ત. કારણ કે એક દિવસ એને અંત આવે છે. આપણે સમ્યગદર્શનના પ્રગટીકરણના સાતમા વ્યાખ્યાનમાં જોઈ ગયા તેમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ વગેરેની ક્રિયા કરીને જીવ મિથ્યાત્વનાં બંધનો તેડી સીધે થે ગુણસ્થાને આવે છે અને સભ્યત્વી બને છે, સાચી શ્રદ્ધા-સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. આટલે આત્માએ વિકાસ સાથે,-અનંતાનુબંધી ચાર કષાયે ક્રોધ-માન-માયા-લેભ વગેરેને ખલાસ કર્યા. 4 ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન– બીજુ ગુણસ્થાન સાસ્વાદન તે જીવને પડતાં હોય છે. જેમ પર્વત ઉપરથી કઈ ગબડે અને પડીને નીચે આવે તેમ. સમ્યક્ત્વથી પડતે જીવ અહીંયા આવે. ત્રીજા મિશ્રગુણસ્થાનકે મિશ્રમેહનીય કર્મના ઉદયથી જીવને સમ્યકૃત્વ અને મિથ્યાત્વના બંને ભાવ સાથે થાય તે મિશ્રગુણસ્થાન કહેવાય. મેઢામાં એક બાજુ દહીં અને બીજી બાજુ ગેળ બંને રાખે તે બંનેના મિશ્રણમાં વળી કઈ ત્રીજે જ સ્વાદ આવે તેમ. મિશ્રભેગા સ્વાદવાળે આ ત્રીજું ગુણસ્થાન છે. ચોથા ગુણસ્થાને જીવ સત્યને સમજે છે, સ્વીકારે છે. જીવાદિ નવતત્ત્વને વિષે સાચી શ્રદ્ધા રાખે છે, દેવ અને ગુરુનું સાચું સ્વરૂપ એની શ્રદ્ધાનો વિષય બને છે. એટલે ચેથા ગુણસ્થાને