________________ 450 એ જ પ્રમાણે જે જેટલા વધારે શ્વાચ્છવાસ લેશે તે તેટલે વહેલે ઉપર પહોંચશે. (5) ગણિતમાં એક જ દાખલે બે રીતે થઈ શકે છે. એક ટૂંકી રીત હોય અને બીજી લાંબી રીત હોય તે ટૂંકી રીતે જદી જવાબ આવી જાય તે જલદી પતી જાય. - તે પ્રમાણે આયુષ્ય વિશે વિચારવું. (6) ધારે કે આપણી પાસે 100 મીટર લાંબી રસ્સી છે. આખી રસ્સી ખે.ની લાંબી કરીને પાથરીએ અને એક છેડાથી આગ લગાડીએ તે બીજા છેડા સુધી આખી રસ્સી કમશઃ બળતાં કેટલે ટાઈમ લાગે ? - 3 | પ્રથમ છેડે રસ્સી ( કમશ: બળે છે) અંતિમ છેડે ધારે કે 10 મીટર રસ્સી બળતાં પા કલાક લાગે તે 100 મીટર બળતાં લગભગ અઢી કલાક લાગશે. એટલે આપણે એમ નક્કી કરી લઈએ છીએ કે 100 મીટર લાંબી રસી, અઢી કલાકે બળે. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ જ 100 મીટર રસ્સી અઢી કલાક કરતાં પહેલાં પણ બની શકે ખરી કે નહીં? હા, જે આખી રસી ગોળ વીંટાળીને મૂકીને બાળીએ તે તે અઢી મિનિટમાં પણ આખી રસ્સી બની શકે એમ છે. જે અઢી કલાકમાં બળનારી 100 મીટર લાંબી રસ્સી અઢી મિનિટમાં બળી શકે છે, તે પછી 100 વર્ષનું આયુષ્ય અઢી વર્ષે કેમ પૂરું નહીં થાય? ઉપક્રમ કે અકસ્માતના સમયે બધું જ આયુષ ઝડપથી ઉદયમાં આવે છે અને બધું જ જલદી ભેગવાઈ જાય છે.