________________ આયુષ્ય ઓછું થઈ શકે છે તેનાં દૃષ્ટાન્ત સેપક્રમ આયુષ્યને ઉપકમ લાગતાં તે પૂરું થઈ શકે છે. આ વાત સમજવા માટે થોડીક તર્ક-યુક્તિઓવાળાં દષ્ટાન્ત અત્રે જોઈએ. (1) દાખલા તરીકે વિચારે કે એક માટલામાંથી પાણી કરે છે, ટપ-ટપ ટપકે છે. ક્રમે-કમે એક એક ટીપું પડતાં એ માટલું કદાચ એક દિવસે પણ ખાલી થાય. એના ઠેકાણે એ જ માટલાને એક ઝટકે ફેડી નાખીએ તે ફૂટતાંની સાથે જ ખલાસ થઈ જાય. પછી પાણી ક્યાંથી રહે? અને માટલું ક્યાંથી રહે? તે જ પ્રમાણે આયુષ્ય બાબત વિચાર કર. (2) ઘાસની ગંજીની એક બાજુ આગ લાગી હોય તે ક્રમશઃ ધીમે ધીમે આગ આગળ વધતાં બધું ઘાસ બળતાં ઘણે ટાઈમ લાગશે. પરંતુ બધું ઘાસ એકી સાથે ભેગું કરીને જે ચારે બાજુથી બાળીએ તે તે 10 મિનિટમાં બધું બળી જાય. તે જ પ્રમાણે આયુષ્યની બાબતમાં વિચારે. (3) દાખલા તરીકે એક તાર ઉપર ચાર-પાંચ ધેતિયાં સૂકવ્યાં છે. પહેલું ધોતિયું એક પડ કરી પૂરું ખેલીને સૂકવ્યું છે, બીજું ડબલ કરીને, ત્રીજુ ત્રણ પડ કરીને, અને ચોથું પાંચ પડ કરીને અને છઠું મેળ ડ્ર કરીને ભીને ને ભીને મૂમે છે, તે વિચાર કરે કે પહેલાં કયું ધેતિયું સૂકાશે?” દેખીતી વાત છે કે જે આખું ઓળેલું છે-એક પડે સૂકવ્યું છે તે વહેલું જલ્દી સૂકાશે. જ્યારે બીજા-ત્રીજાને ક્રમશ: વાર લાગશે.. તે જ પ્રમાણે આયુષ્યને વિચાર કરે. (4) 5 માઈલના એક સરખા અંતરે જવા માટે નીકળેલા પાંચ મિત્રામાંથી પહેલ કેણ પહોંચશે ? ચાલ ઉપર આધાર છે. જે જેટલું ઝડપી ચાલશે તે તેટલે વહેલે પહોંચશે.