________________ 28 જ્યાં તકલીફ છે ત્યાં કેટકેટલી વેદના હશે? નિગેદમાં તે એક જ ગોળામાં અનંતાએ સાથે રહેવાનું એક જ સાથે શ્વાસ લેવાને, એકી સાથે આહાર લેવાને, એકી સાથે જ જન્મ અને મરણ ! અનંત પુગલ પરાવર્તાકાળ થઈ ગયે. હજુ નિદને એક ગોળ પણ ખાલી થ નથી. એવાં અનંતા ગેળા ક્યારે ખાલી થશે. એની ગણતરી મૂકી જેજે. . પણ જીવ નિગોદમાંથી બહાર નીકળ્યા પછી આ બધી નિગોદની વેદના ભૂલી ગયે. જીવની, નિગદમાં પાછા જવાની તે તૈયારી નથી ને? એવા ભયંકર પાપના આરંભ-સમારંભ તે નથી? આવા જીવ પાછા જ્ઞાની ભગવંતેને ગતિ પૂછવા જાય છે! જ્ઞાની ભગવંત કહે છે, “તું તારે વિચાર કર. જેવું કાર્ય કર્યું હશે તેવું પરિણામ મળવાનું છે.” કેઈ સંબંધી મરે છે ત્યારે તમે છાપામાં છપાવે છે ને? ". સ્વર્ગવાસી થયા છે.” બધાં જ સ્વર્ગવાસ લખે. કેઈ નરકવાસ લખતું જ નથી. પિતાની મૃત્યુ વખતે પુત્ર પત્ર લખે તેમાં લખે છે ને કે મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગવાસ પામ્યા છે.” એ કાગળ વેવાઈને પણ લખાય ને? વેવાઈ જવાબ આપે છે ને? “આપના પિતાશ્રી સ્વર્ગવાસી થયા એ બહુ છેટું થયું? વેવાઈ કહે છે કે, “હું બધું જાણું છું. રાત્રે 12 વાગે કઈ હોટલમાં ખાતા તેય હું જાણું છું. છતાં ય તમારા પિતા સ્વર્ગમાં જાય? બધાને સ્વર્ગમાં જવાનું ! બીજી કઈ ગતિ જ નથી?