________________ તમે તમારા દીકરાને કહેતા જવાના છે કે બેટા મારા મૃત્યુ પછી પત્ર લખે તેમાં લખજે કે, “મારા પિતા નરકવાસી થયા છે? પણ તમને બધાને સ્વર્ગની એટલે સુખની ગતિ ગમે છે. માટે સ્વર્ગવાસ લખો છો અને ઇચછા છે. તમે માનો છો કે દેવગતિ ઉત્તમ! એમાં ય ચાર પ્રકાર, ભવનપતિ, વ્યંત, તિષ અને વિમાનિક દેવગતિમાં ય વ્યંતર ગતિ પામ્યા છે? વ્યંતરમાં ભૂત, પ્રેત, ડાકણ થયાં તે? એ કદી વિચાર્યું નથી. પણ તમને લખવું તે “સ્વર્ગવાસ જ ગમે. પણ સંસારમાં એનો રોકડે જ જવાબ મળી જાય છે. જીવ આશા લઈને જીવે છે. . દીકરાના લખવાથી સ્વર્ગવાસ મળે? તમારી ગતિ પણ દીકરાના હાથમાં ?? કેટલાક લેકે માને છે કે પુત્ર શ્રાદ્ધ કરે અને પિંડદાન આપે તે જીવ એક લેકમાંથી બીજા લેકમાં એમ કમશઃ મોક્ષે જાય અને પુત્ર શ્રાદ્ધ ન કરે તે અવગતિ થાય. બાપની ગતિ પણ દીકરાના હાથમાં છે?! અને પુત્ર ન હોય તે વ્યક્તિ મરે તો? મgઝચ નિરિત ! સાંભળ્યું છે ને? અને પુત્ર ન હોય એટલે તમે લેકે દોડે બાપજી પાસે. દોરા, ધાગા મંત્ર તંત્ર માટે. બાપજી કંઈક કરે. પુત્ર થાય એમ કરે. જીવ નીકળે છે અને ફરે છે, પિતાના . રાગદ્વેષના કારણે જે કર્મો કર્યા તે પ્રમાણે.