________________ મળ્યા પછી પણ તરત ખાવા નથી બેસતી. તમેય દુકાનને ગલ્લો લઈ જઈને કેકને સેંપવાનાને? પછી એ તમને કહે કે તમારે જોઈએ તેટલા મારી પાસેથી માગી લેજેકેવી પરાધીનતા ! એમ કીડી પણ કણ મટી હેય, ઉપડતી ન હોય તે પણ બીજી કીડીઓની સહાયથી ઊંચકીને દર ભેગી કરે અને પછી નિરાંતે ખાય. સખને માટે જ આ મહેનત છે ને? સુખી થઈ ગયેલા હેય તેય મહેનત કરે ! ભેગા મળે ત્યારે કહે કે હું સુખી છું. બે અબજ પડ્યા છે. હવે તે હું બેત્રણ કલાક જ ધંધે કરું છું. ગમે તેટલું મળે પણ એમને સુખ, શાંતિ અને સંતોષ મળતાં નથી. તેય પાછા અમારી “સુખસાતા” પૂછે ! સુખસાતા” અમારી પૂછવાની કે તમારી?! સાધુએ તે સુખ છેડ્યું છે. સાધુએ જે છોડયું છે તે મેળવવાની તમારી મહેનત છે. સાધુને કઈ ચિંતા નથી. મેળવવાની મહેનત નથી. કેમકે સાધુએ તે બધું છોડયું છે. પરંતુ તમે સૌ સાધુએ જે છેવું એની પાછળ પડયા છે. જીવન નાસભાગ ચાલુ છે, દોડધામ ચાલુ જ છે. જન્મમરણના ચકરાવાનું પરિભ્રમણ પણ ચાલુ જ છે. આ કોણ કરે છે? કોણ કરાવે છે? એ પરિભ્રમણ કરાવનાર શક્તિ શું છે? એ આપણે શેધવું છે. જાણવું છે. વ્યવહારમાં લેકે કહે છે કે : ' કિસ્મત, ભાગ્ય, ઉપરવાળો. પણ મૂળ સત્તા કોણ છે?