________________ 420 છે અને પછી ઓકિસજન વગેરે આપવાના પ્રયોગ કરીને હાર્ટ ચાલુ કરવા વૈજ્ઞાનિકે મથી રહ્યા છે, પરંતુ આ આયુષ્યકર્મને વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે " ભવિષ્યતિ..” ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં ક્યારે ય થવાનું નથી.” જે જીવનું આયુષ્ય પૂરું થઈ ગયું તે ફરી જીવિત થવાનો નથી, કેઈ લાખ પ્રયત્ન પણ કરે તે પણ કેઈ સંજોગોમાં તે જીવિત થાય તેમ નથી. - વિજ્ઞાને ઘણી સિદ્ધિઓ હાંસિલ કરી પરંતુ તે બધી જડભૌતિક સિદ્ધિઓ છે. કયા જીવનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? અને વધારેમાં વધારે આયુષ્ય કેટલું? એ તે વિજ્ઞાન લાખો વર્ષો પછી પણ કોઈ કાળે શેધી શકે તેમ નથી. અલબત્ત વૈજ્ઞાનિકોએ એક કાચના સિલિન્ડરમાં માખીને પૂરીને શેાધવા પ્રયત્ન કર્યો કે એની ઉંમર કેટલી? એવા પ્રગ તે ઉંદર ઉપર, વાંદરા ઉપર, સસલા ઉપર અને કીડી-મંકડા ઉપર પણ કર્યા, પરંતુ વર્ષો પછી પણ વિજ્ઞાન આજે ય આયુષ્ય કે ઉંમર શોધવામાં નિષ્ફળ જ રહ્યું છે, અને ક્યારે ય શેધી શકશે પણ નહીં. કારણ કે આયુષ્યની શોધ અખતરાઓ કે પ્રયોગો ઉપર આધારિત નથી, પરંતુ તે તે સર્વજ્ઞ એવા કેવલજ્ઞાનીને જ ગમ્ય છે, જ્ઞાનગમ્ય વસ્તુ છે. અને તેથી જ જૈનશાસ્ત્રોમાં સર્વજ્ઞ ભગવંતે કહ્યા મુજબ સંસારસ્થ સર્વ જીવમાત્રના જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય સ્પષ્ટ કહ્યાં છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સવજીનાં ઉત્કૃષ્ટ - આયુષ્ય१- बावीसा पुढवीए, सत्त य आउस्स तिन्नि वाउस्स / वास सहस्सा दस तरु-गणाण तेउ तिरत्ताउ / 2- वासाणि बारसाउ बेइंदियाणं तेइ दियाणं तु / __ अउणापन्न दिणाई, चउरिंदीणं तु छम्मासा ||