________________ 419 કરીને આજે આપણે અહીં સુધી આવ્યા છીએ. મનુષ્ય થયા છીએ .. હવે બહુ જ સાવચેતી રાખવા જેવી છે. કયાં ય એવું ન થઈ જાય કે ફરીને પાછા નિગદમાં જતા રહીએ. જે પાછા નિગદમાં ગયા... તે નીકળવું બહુ મુશ્કેલ, માટે ધર્મધ્યાન આદિ કરી કર્મક્ષય-નિર્જરા કરવા સિવાય બીજો કઈ રસ્તો નથી. ચાર ગતિમાં આયુષ્યની સ્થિતિ– સંસારમાં પરિભ્રમણ કરતા જે ચાર ગતિમાં વહેંચાયેલા છે. દેવ, મનુષ્ય, નારક અને તિર્યચ. પશુ-પક્ષીમાં સર્વજીને સમાવેશ થઈ ગયે અને સંસાર છે એટલે જીવ આયુષ્યકર્મથી બંધાયેલ છે. સંસાર ન હેત તે કર્મ ન હતા અને કર્મ ન હેત તે સંસાર ન હેત. નાને કે મેટે એક પણ જીવ એ નથી કે જે કર્મથી બંધાયેલ ન હોય... એક પણ જીવ એ નથી કે જેણે આયુષ્યકર્મ બાંધેલું નથી... બધા જ આયુષ્યકર્મથી બંધાયેલા છે. એનું પ્રફ એ છે કે બધા જ જન્મે છે અને મરે છે જન્મ-મરણ જ આયુષ્યકર્મની મોટામાં મોટી મુફ છે, પ્રમાણ છે. એક ઝાડનું પાંદડું પણ ખરે છે, એક માખી પણ મરે છે, કીડી પણ મરે છે, સમુદ્રમાં માછલી પણ મરે છે, હાથી પણ મરે છે, મનુષ્ય પણ મરે છે, અને દેવ-નારકીઓ પણ મરે છે. નિકી વિજ્ઞાન– વિજ્ઞાને પ્લાસ્ટીકનું હાર્ટ બનાવ્યું છે, પેસમેકર મૂકે છે, હાર્ટના વાલ્વ ચેન્જ કરે છે, અને હવે તે આખા હાર્ટ જ બદલીને કૃત્રિમ હાર્ટ મૂકશે. છતાં પણ મનુષ્ય મરવાના તે મરવાના જ છે, કેઈ અમર રહેવાને નથી... વિજ્ઞાન વર્ષોથી પ્રયત્ન કરી રહ્યું છે કે “માણસને મરવા ન દેવે અથવા મર્યા પછી પણ તુરંત જીવતે કરે. એટલે મર્યા પછી મૃતકને એક દવાયુક્ત કે સ્કુલમાં સુરક્ષિત રાખવામાં આવે