________________ 412 આલેચના વગેરે કરી, તે પ્રમાણે અંત સમયે પદ્માવતી સ્તોત્ર સાંભળતાં સાંભળતાં સાચા ભાવથી ક્ષમાપન વગેરે કરી દેવ-ગુરુધર્મનું શરણ સ્વીકારે. જે એ વખતે આયુષ્યને બંધ પડવાને હશે તે ચેકસ સદ્ગતિ સારે ભવ મળશે. મરણને સુધારવા ખૂબ કાળજી રાખવી પડશે. કહેવાય છે કે જેનું મરણ સુધર્યું, એને આવતે જનમ સુધર્યો. જેની મતિ સુધરી, એની ગતિ સુધરી. માટે જ પ્રભુને પ્રાર્થના કરતાં કહેવાય છે કે તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે...! વાંચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારે રે ગિરુઆરે... - હે પ્રભુ! આ ગતિમાં અને આ મતિમાં પણ એક માત્ર તારે જ આધાર છે. એક માત્ર તારું આલંબન જ મને ગમે છે. હે પ્રભુ! ખરેખર જીવ અને જીવન માટે તું એકમાત્ર આધાર છે. તારા આધાર વિના મારું કલ્યાણ થાય તેમ નથી.” આટલી ભાવના પૂજ્ય યશોવિજયજી મહોપાધ્યાય વ્યક્ત કરે છે.. અન્ત સમયે સમાધિમાં રહેવું. ધર્મધ્યાનમાં મન પરેવી રાખવું, બસ, એનું જ નામ છે–સમાધિમરણ-પંડિતમરણ; અને એને જ કહેવાય–“મરણ સુધારવું. છીંકના આધારે જનમ-મરણનું ભવિષ્ય કહ્યું દમણિકાર શેઠને જીવ જે મરીને વાવમાં દેડકો થયે હતે અને દેડકે મરીને દુર્દરાંક દેવ બન્યા હતે... દેવલેકમાં પુષ્પની શય્યામાં ઉત્પન્ન થતાની સાથે જ દુદ્રાંક દેવ વિચાર કરે છે,–“અરે ! હું દેવ ક્યા કારણે બને? આહા.... આટલી ગજબની અદ્ધિ-સિદ્ધિ–અપાર વૈભવ કયા કારણે પામ્યો ? આવી સુંદર દેવગતિ મને કયા કારણે મળી? આ પ્રમાણે વિચાર કરતે હતે –મનમાં ને મનમાં ઊહાપોહ ચાલતું હતું, ત્યાં તે