________________ - 410 અને જનમના પહેલા છેડા અને મરણના છેલ્લા છેડાની વચ્ચેના કાળને જીવનને કાળ કહેવામાં આવે છે. જનમ એ તે શરૂઆતને પ્રારંભિક કાળ છે. તે વધારે લાંબે કાળ નથી. લા સાડા નવ માસને ગર્ભકાળ, પછી થોડીક મિનિટે જનમની અને અન્તમાં થોડીક જ મિનિટને કાળ મરણને.. બાકી બધે વચ્ચે કાળ જીવનને છે. બને છેડા ભયંકર દુઃખદાયી છે. ગર્ભવાસ પારાવાર દુઃખની યાતનાને છે. અને જનમ પણ અસહ્ય દુઃખ સહન કરવાને સમય છે. અને મરણ સમય પણ દુઃખની યાતનાને ભરેલે છે. કેઈ હસતા મેઢે નથી કરતા. કેઈ રેગથી રિબાઈને મરે છે, કેઈ અકસ્માતમાં, કોઈ આપઘાત કરીને કોઈ મહિનાઓ સુધી બેભાન રહીને મરે છે, અને મરણપથારીએ મહિનાઓ સુધી રિબાઈને મહાદુઃખે જીવદેહ છૂટે છે. જેને બન્ને છેડે દુઃખ જ દુઃખ છે. એની વચ્ચેના જીવન કાળમાં કેટલું સુખ મળવાનું? કેટલા સુખની આશા કે અપેક્ષા રાખવી? જે જીવન પ્રતિપળ અંજલીમાં રહેલા પાણીની જેમ ટપ ટપ ગળી રહ્યું છે. એક ઝાડ ઉપરનું પીળું પાંદડું કયારે ખરી પડશે તેની કેઈ નિશ્ચિતતા નથી. તે જ પ્રમાણે કઈ વ્યક્તિ કયારે મૃત્યુ પામશે તેની કંઈ જ ખબર પડતી નથી. આયુષ્ય ક્યારે પૂરું થશે તે કઈ જાણતું નથી...આવા અસ્થિર, ક્ષણિક અને નાશવંત અનિત્ય આયુષ્યકાળના જીવનમાં જે નિરાંતે ક્ષણિક સુખ, વિષયભેગના સુખમાં રાચ્યા છે, મસ્ત બન્યા છે, એ જ મોટું આશ્ચર્ય છે. કલ્પના કરો કે ત્રણ માળના મકાનમાં પહેલે માળે પણ આગ લાગી હોય અને ત્રીજા માળે પણ આગ લાગી હોય તે બીજા માળવાળે કેટલે નિશ્ચિત રહી શકશે? ક્યાંથી નિરાંતે