SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ 409 પરતું સંસારમાં આ ગુણ ઉપર આવરણ આવી ગયું છે. અને એ આવરણથી આત્માની સ્થિતિ અક્ષયના બદલે ક્ષય સ્થિતિ થઈ ગઈ છે. અને એ આવરણનું નામ છે આયુષ્ય કર્મ. આ આયુષ્યકર્મના કારણે આમાં ક્યાંય એક સ્થાને કાયમ માટે સ્થિર થઈને રહી શકતું જ નથી. આજે અહીંયા તે કાલે ત્યાં, આજે આ ગતિમાં તે ક્યારેક બીજી ગતિમાં. આજે આ ભવમાં છે તે પાછે આ ભવ છેડીને બીજા ભવમાં જશે. આયુષ્યકર્મના કારણે ભાવ બદલતું જ રહે છે. બસ, આ ભવ બદલવાનું નામ જ છે-જનમ અને મરણ” આ ભવનું શરીર છોડવાનું નામ છેમરણ” અને ફરી પાછા બીજા ભવમાં જઈને નવું શરીર મેળવવું, બનાવવું, નવા શરીરમાં ઉત્પન્ન થવું બસ એનું નામ છેજનમ”. અર્થાત્ શરીરનો સંયેગ-વિયોગ જ અનુક્રમે જનમ-મરણ કહેવાય છે. અને આ જનમ-મરણનું ચક અનાદિ-અનન્ત કાળથી ચાલ્યા જ કરે છે. આ જન્મ મરણનું ચકે જ પૂફ કરે છે કે આમાં અનાદિઅનન્તકાળથી આયુષ્યકર્મથી બંધાયેલે છે, એને કારણે આ જન્મ-મરણ થયા જ કરે છે. જે આ જનમ-મરણના ચકમાંથી છૂટવું હોય તે હવે કંટાળીને પણ આયુષ્યકર્મને સાથ સદાના માટે છોડવું જ જોઈએ. હવે ફરીથી આયુષ્યકર્મ બાંધવું જ નહીં. અને આયુષ્ય કર્મ જ નહીં કઈ પણ કર્મ નવાં બાંધવાં જ નહીં, અને જે પહેલાંના બંધાયેલાં છે, તેને ખપાવવાં જ પડશે. ખપાવે જ છૂટકે. જનમ-જીવન અને મરણ -- જીવન - 2 પ્રથમ શરૂઆતને એક છેડે જનમને. અંતિમ બીજે છેડે મરણને.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy