________________ 408 તેટલો સમય. 2 વરસની સજા હેય તે 2 વરસ, 5 કે 25 વરસની પણ સજા ફટકારવામાં આવે છે, તે તેટલે કાળ પણ જેલમાં રહેવું પડે છે. કેવી પરાધીનતા-કેવી કારમી ગુલામી?! એ જ પ્રમાણે આત્માને પણ બાંધેલા આયુષ્ય પ્રમાણે આ શરીરરૂપી જેલમાં બંધાઈને રહેવું પડે છે–આમા માટે શરીર એ જેલ છે. અને અમુક કાળ સુધી આ શરીરમાં ભરાઈ રહેવું તે એને સજા છે. કેઈને 50 વર્ષ, કેઈ ને 100 વર્ષ અને કેઈને 80 વર્ષ. અને બીજી ગતિમાં કઈને 3 દિવસ, કેઈને 6 મહિના એવી રીતે ઓછા વધારે કાળ પ્રમાણે દરેકને આ શરીરમાં રહેવું પડે છે. અને જે સજાને કાળ પૂરે છે કે તુરંત આ શરીરની જેલ છેડીને ચાલ્યા જવું પડે છે, એ સજા પૂરી થઈ કાળ (સજા) પૂરી થયા પછી તે 1 સેકંડ પણ કઈ રાખે એમ નથી અને રહેવાય તેમ નથી, અક્ષયસ્થિતિ” ગુણવાળો આત્મા આયુષ્યકર્મની . જેલમાં તે આત્માના મૂળભૂત 8 ગુણમાં આઠમે ગુણ અક્ષયસ્થિતિને છે. આત્માની સ્થિતિ સદાના માટે અક્ષય જ રહેવાની છે. મેક્ષે ગયેલા આત્માની સ્થિતિ ક્યારેય પણ ક્ષય થવાની નથી. માટે જ જમવા “અક્ષય” એવું વિશેષણ વાપરવામાં આવ્યું છે. જે આત્માની સ્થિતિ ક્ષય થઈ જાય તે તે એક દિવસ મેક્ષમાંથી પડીને આત્મા પાછે સંસારમાં આવે, પરંતુ એવું બનતું નથી. આત્મા એક વાર મેક્ષ પ્રાપ્ત કરે એટલે અનન્ત કાળ સુધી મેક્ષમાં એક જ સ્થાને સ્થિર થઈ જાય છે. પછી, એને હલન-ચલન કંઈ જ કરવાનું રહેતું નથી, અને તે પણ અનન્તકાળ સુધી. જે આકાશપ્રદેશને સ્પર્શીને રહ્યો હોય, તે છોડીને બીજા આકાશ પ્રદેશને ક્યારે ય સ્પર્શતે નથી, કાયમ માટે સ્થિર. એ જ એની અક્ષય સ્થિતિ છે.