________________ 405 શેઠ પૌષધ પારીને ઘરે આવ્યા. અને શેઠે એક મોટી વાવ નગરની બહાર બંધાવી. હવે ઘણુ લેકે આ વાવના અને વાવ બંધાવનાર શેઠના વખાણ કરવા લાગ્યા. નંદમણિકાર શેઠ વખાણ સાંભળીને ખૂબ રાજી થતા, આનન્દ થતું. શેઠે આયુષ્યકર્મ બાંધ્યું. અને પિતાની જ બંધાવેલી વાવમાં દેડકા તરીકે જનમ્યા. આટલી તપશ્ચર્યા, પૌષધ વગેરેની આરાધના હેવા છતાં પણ અધ્યવસાય-પરિણામ બગડ્યા-અને આવા એક શ્રીમંત શેઠને પણ દેડકા તરીકે જનમવું પડ્યું. ' અરે ! એમની ક્યાં વાત કરવી? ગૌતમસ્વામી જેવા પણ પૂર્વના સુમંગળ શેઠના ભાવમાં પાણી-પાણી કરતા આયુષ્યકર્મ બાંધીને મૃત્યુ પામ્યા અને દરિયામાં માછલા તરીકે જનમવું પડયું. ભવ બગડી ગયે. આવું તે ઘણાનું જોવામાં આવે છે. ક્યારે કેના કેવા અધ્યવસાય થાય છે, એના ઉપર આયુષ્યને આધાર છે. આયુષ્યકમ મુખ્યપણે અધ્યવસાય ઉપર બંધાય છે. શેઠ તો મરીને દેડકો થયા, પણ દેડકે મરીને દેવ થયે નંદમણિકાર શેઠનો જીવ જે દેડકે થયેલ હતું. તે ઘણું લેકેની આવ-જાથી અને વાવના કાંઠે બેસીને ઘણું લેકે જે શેઠના વખાણ કરતા હતા–વાવના વખાણ કરતા હતા તે સાંભળવાથી..પેલે દેડકે પંચેન્દ્રિય છે. સાંભળતાં... સાંભળતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને તુરંત બધું ખ્યાલમાં આવી ગયું. હવે પશ્ચાત્તાપ શરૂ થયે–“અરે રે! હું શેઠ હતું અને મરીને દેડક થયે...મારે ભવ બગડે. અરે ! મને ધિક્કાર છે. હવે તે ફરી આ ભવમાં ધર્મારાધના કરું. અને પાછા વ્રત-નિયમ સ્વીકારું. આ વિચાર કરી દેડકાએ છઠ્ઠ - અડ્રમાદિ તપ કરવાનો નિર્ણય કર્યો પચ્ચક્ખાણ કર્યા.