________________ 404 પડે. અને સાથે તપશ્ચર્યા વગેરે કરવી, સામાયિક-પૌષધ–કાયેત્સર્ગ– ધ્યાન-સ્વાધ્યાય વગેરેમાં મસ્ત રહેવું, જેથી સામાયિક વગેરેમાં આયુષ્યને બંધ પણ પડે તે સદ્ગતિનું સારું આયુષ્ય બંધાય. જેમકે 1 લેગસ્સનો કાઉસ્સગમાં કેટલું આયુષ્ય બંધાય? તે શાસ્ત્રકાર ભગવંતે કહે છે - 2454088 પાપમનું આયુષ્ય–૧ શ્વાસોશ્વાસમાં બંધાય અને ૧૯૬૩ર૬૭ પલ્યોપમનું આયુષ્ય 1 લેગસ્સનો કાઉસ્સગમાં બંધાય. એ જ પ્રમાણે સામાયિક તથા પૌષધ વગેરેમાં પણ કહેવામાં આવ્યું છે. માટે પર્વતિથિએ આરાધનામાં ઉદ્યમવંત રહેવું જોઈએ જેથી સદ્ગતિનું સારું આયુષ્ય બંધાય. અને આરાધના-તપશ્ચર્યા વગેરેમાં છે છતાં પણ આર્તધ્યાન, દુર્ગાને કે રૌદ્રધ્યાન ચિન્તવ્યું તે દુર્ગતિનું આયુષ્ય બંધાય છે, અને ભવ બગડે છે. નન્દમણિકાર મારીને દેડકે થયે રાજગૃહી નગરીમાં નંદમણિકાર નામે ધનાઢ્ય શ્રેષ્ટિ હતે. ભગવાન મહાવીર પાસે દેશના સાંભળીને તે શ્રાવક બન્યું હતું. એક વખત ઉનાળાના જેઠ મહિનામાં તેમણે વિહારે અઠ્ઠમતપ કર્યો હતે. અને સાથે પૌષધવ્રત લઈને ઉપાશ્રયમાં રહ્યા હતા. અઠ્ઠમ નિર્જલ ચેવિહારે હતે. અને ગરમી સખત. એટલે શેઠને ભારે તરસ લાગી..પણ....પણ .." યાદ કરી રહ્યા હતા. મન આધ્યાને ચઢી ગયું. પાણીની વાવ અને કૂવા નજરમાં દેખાવા માંડ્યા...યાદ આવવા માંડ્યું..વાવમાં પાણીમાં રહેતા દેડકા વગેરે પણ...અને શેઠે ચિન્તવ્યું—“અરે ! ખરેખર તેઓ ધન્ય છે કે જે લોકે પાણીની વાવ કે કૂવાઓ બંધાવે છે.” -એમ પૌષધમાં વિચાર્યું.