________________ 403 જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ તિથિઓની વ્યવસ્થા ક્રમશઃ આવે છે, પરંતુ ધર્મશાત્રે તેમાં ૨-૫-વગેરે તિથિઓની પર્વ તિથિ તરીકે વ્યવસ્થા કરી છે. પર્વતિથિના ક્રમમાં દર ત્રીજા દિવસે એક તિથિ પર્વતિથિ આવે છે. 2 પછી ત્રીજા દિવસે 5 5 પછી ત્રીજા દિવસે 8 8 પછી ત્રીજા દિવસે 11 11 પછી ત્રીજા દિવસે 14 આવી રીતે પર્વતિથિ કમે આવે છે. આરાધના માટે તિથિ કે તિથિ માટે આરાધના ? આ પ્રશ્ન બહુ જ મુઝવણભર્યો લાગે છે. ઘણી વખત વિચાર કરતાં જવાબ કંઈ જુદે આવે છે અને વ્યવહાર કંઈક જુદે જ દેખાય છે, પરંતુ એક વાત તે દીવા જેવી સ્પષ્ટ જ છે કે-આરાધના મહત્ત્વની છે. આરાધનાથી તરવાનું છે. આરાધના જ તારક છે, નહીં કે તિથિ. પરંતુ આરાધનાની પ્રધાનતા રાખીને તિથિને આરાધનાના હેતુથી સાથે જોડવામાં આવી છે. આરાધનાને એક બાજુમાં રાખીને તિથિનું મહત્ત્વ વધારવાની જરૂર નથી. એટલા માટે આરાધનાનું મહત્ત્વ છે. આરાધના માટે તિથિ છે. પ્રાયઃ પર્વતિથિએ આયુષ્યને બંધ પડે છે. એવું શાસ્ત્રકાર ભગવંતે જણાવે છે. તે પછી પર્વ તિથિએ આરંભ-સમારંભહિંસાદિ-પાપ પ્રવૃત્તિ કરવી હિતાવહ નથી. જે જીવ એવી હિંસાદિ પાપપ્રવૃત્તિમાં જ રાચેલા હશે તે આયુષ્ય દુર્ગતિનું બંધાશે. એટલા માટે પર્વતિથિએ ધર્મધ્યાન-આરાધના વધારે કરવાનું કહ્યું છે. લીલેતરીને પણ ત્યાગ કરવાનું કહ્યું છે. જેથી લલેરી શાક-ભાજી સમારવા વગેરેને આરંભ-સમારંભ પણ ન કર