________________ 402 જે પહેલાં જ આયુષ્ય બંધાઈ ગયું હશે તે કંઈ જ ફરક પડવાનો નથી.., તે પછી શું નવકાર ન ગણવા? ન સાંભળવા? કે અંતિમ આરાધના ન કરવી? શું કરવું? ના એવું નથી. આપણને આપણી ખબર નથી પડતી કે મેં આયુષ્યકર્મ બાંધ્યું છે કે નથી બાંધ્યું. તેને ખબર? કઈ જ્ઞાની ભગવંત જ જાણી શકે છે, આપણે નથી જાણતા. માટે આરાધના તે અવશ્ય કરવી જ જોઈએ અને કરાવવી જ જોઈએ. જે આયુષ્યકર્મ પહેલાં નહીં બંધાયું હોય અને અંત સમયે બંધાવાનું હશે તે લાભ ચોક્કસ થશે– કારણ કે આયુષ્ય બાંધ્યા વગર તે કઈ મરતું જ નથી. કઈ પણ જીવ આયુષ્યકર્મ બાંધ્યા પછી જ મરવાને. અને જે પહેલાં નહીં બાંધ્યું હશે તે છેલલા અંતિમ અંતર્મદૂતે તે અવશ્ય બાંધવાને જ. અને તે વખતે અંતિમ આરાધનાથી એ જીવની ગતિમાં પરિવર્તન જરૂર પડે. પ્રાય: પવતિથિએ આયુષ્યને બંધ પડે– કરી શકે ધર્મ કરણી સદા, તે કરે એહ ઉપદેશ રે.... સર્વ કાળે કરી નવિ શકે, તે કરે પર્વ સવિશેષ રે...ાવીળા . જુજુઆ પર્વષર્ના કહ્યાં, ફળ ઘણું આગમે જેય રે ! વચન અનુસાર આરાધતાં, સર્વથા સિદ્ધિ ફળ હાય રે વગા. જીવને આયુ પરભવતણે, તિથિદિને બંધ હેય પ્રાયઃ રે તે ભણી એહ આરાધતાં, પ્રાણીઓ સદ્ગતિ જાય રે..વીના ધર્મવાસિત પશુ પંખિયા, એહ તિથે કરે ઉપવાસ રે.... વ્રતધારી જીવ પિસહ કરે, જેહને ધર્મ અભ્યાસ રે....વી.