________________ 397 હશે? અરે ભાઈ! દુઃખ લાગે કે ન લાગે પણ સંસાર કે સ્વાર્થને ભર્યો છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. પરમાત્માએ દશવૈકાલિકમાં સાચું જ કહ્યું છે કે– सव्वे जीवा वि इच्छंति जीविउं, न मरिजिउ / तम्हा पाणिवहं घोरं, निग्गन्था वज्जयंति गं॥ સર્વ જીવમાત્ર જીવવા ઈચ્છે છે....મરવા કઈ ઈચ્છતું નથી.. માટે નિર્ચ ઘેર એ પ્રાણિવધ–હિંસા વજે છે. હિંસા આચરવાની હોતી નથી. મરવાની તૈયારી કેઈની પણ હોતી નથી. 80 વર્ષની ઉંમર હોય કે 100 વર્ષની ઉંમર હોય પરંતુ મરવાની ઈચ્છા કેઈની પણ હોતી નથી. મરણના અનંત પ્રકારે– મરવું-તે સમાધિમાં મરવું...એમ ને એમ શું કરવું. આ સંસારમાં જનમને તો એક જ પ્રકાર છે... માતાની કુક્ષિથી જન્મ લીધો. પરંતુ મરણને એક જ પ્રકાર નથી..મરણના તે અનંતા પ્રકારે છે. કઈ કઈ રીતે મરે છે તે કઈ કઈ રીતે મરે છે. કઈ ગાડી નીચે આવીને મરે છે, તે કઈ પચ્ચીસમા માળેથી પડીને મરે છે. તે કોઈ પેન્સીલની અણીએ મૃત્યુને લાવે છે, તે કોઈ ઝેર પીને જીવનને અંત લાવે છે, તે કઈ દરિયામાં પડીને જીવનને ટુંકાવે છે... આવી રીતે મરણના અનન્ત પ્રકારે છે..... અનન્તી રીતે જીવ મર્યો છે. હવે આ સંસારમાં કઈ પણ પ્રકાર બાકી રહ્યો નથી. કેઈએ પ્રકાર નથી કે જે પ્રકારે કઈ મર્યો જ નથી. અને તમે આ દુનિયામાં કઈ વિશ્વવિક્રમ પણ કરી શકે તેમ નથી કે... ના, હું એવી રીતે મરવાને છે કે જે રીતે હજી સુધી સંસારમાં કોઈ મર્યો જ ન હોય એવી કઈ પણ રીત સંસારમાં નથી..બધી જ રીતે જીવે સંસારમાં મરી ચૂક્યા છે.