________________ 398 માટે એ વિશ્વવિક્રમ કરવા પણ જતા નહીં. હા, આ વિચાર જરૂર કરજો– મારા તો છે જ પરનાઅરે મરવું તે આવી રીતે શું કરવું? કૂતરાની મેતે મરવું? શું રસ્તા ઉપર મરવું? શું અકસ્માતમાં ગાડી નીચે આવીને મરવું? શું ઘરના બાથરૂમમાં મરવું. શું પાણીમાં ડૂબીને મરવું? શું ઘાસતેલ છાંટીને મરવું? શું ઝેર પીને મરવું? અરે! ના, ભાઈ ના... આવી રીતે કંટાળે લાવીને તને બેલાવવું નથી. મૃત્યુને આમંત્રણ આપવાનું હોય... મરે તે “સમાધિમરણમાં મરજે કંઈક જીવન સાર્થક થાય. સમાધિને અર્થ છે–અંત સમયે પણ ધર્મમાં મનની એકાગ્રતા રહે. બહુ જ ટૂંકમાં સમાધિની નાની વ્યાખ્યા આપતાં કહ્યું છે કેપત્ત વધે મો’ સદા ય ધર્મમાં જેનું મન રહેતું હોય તે સમાધિમાં છે. પ્રશ્નમનમાં ધર્મ રહે તે સારું! કે ધર્મમાં મન રહે તે સારું? જો એમ કહેશે કે મનમાં ધર્મ રહે તે સારું ? ના, મન તે એટલું વિશાલ અને વ્યાપક દરિયા જેટલું મોટું છે કે આ મનમાં તે ધર્મ એક બાજુ ખૂણામાં ક્યાં ય પડ્યો હશે તે ખબર પણ નહીં પડે. કારણ કે મનમાં તે ઘણું બધું પડયું છે. સંસાર પણ છે, કલેશ-કષાય પણ છે, કામ-ક્રોધાદિ પણ છે... માટે મનમાં ધર્મ રહે તે સમાધિ નથી. સમાધિ તે છે-ધર્મમાં સદા મનનું રહેવું. ધર્મમાં જે મન પરોવાયેલું રહે તે એકાગ્રતા આવે. મન ધર્મમાં કેન્દ્રિત રહે તે ચંચલતા દૂર થઈ જાય, અસ્થિરતા મટી સ્થિરતા આવી જાય. બસ, ધર્મમાં મનની સ્થિરતા એ જ સમાધિની અવસ્થા છે.