________________ - 393 જનમ-મરણ એ કેટલા ઝડપથી દેખાતા હશે? ભગવાન જે આપણુ જનમ-મરણનું વર્ણન કરવા બેસે....... અને માત્ર દરેક ભવને નામનિર્દેશ માત્રથી ઈશારે જ કરે તે પણ અનન્તા ભવે કહેતા-કહેતા તે કેવળજ્ઞાની મહાત્માનું આયુષ્ય પૂરું થઈ જાય પણ આપણા કહેવાના બે પૂરા ન થાય. એટલા બધા અનન્તા ભે છે. આ વિષે બહુ વિસ્તારથી આપણે પહેલા-બીજા વ્યાખ્યાનમાં જોડાઈ ગયા છીએ. મૃત્યુને મારીને મરે– મરવું તે છે જ મરવાના તે છીએ જ. મત તે નિશ્ચિત જ છે. તે પછી ડરવું શા માટે? આ જ દિવસ સુધી અનન્તી વાર મરતા જ આવ્યા છીએ... અને જે વિચાર કરે તે એમ સ્પષ્ટ લાગે છે કે મૃત્યુ આપણને મારતું જ આવ્યું જ છે. પરંતુ હજી સુધી આપણે મૃત્યુને મારી શક્યા નથી. એક વાર પણ જે આપણે મૃત્યુને મારી નાંખીએ તે તે કાયમ માટે અંત જ આવી જાય, પછી તે આપણે મરવું જ નહીં પડે. આપણે સદાને માટે અજર-અમર. કાયર થઈને, નબળા બનીને, ડરપોક થઈને મતની સામે માથું નમાવી દીધું...બસ, જાણે કતલખાનાના ઢેરની જેમ કપાઈ ગયા...મરી ગયા...ના, હવે આવી રીતે કરવાથી નહીં ચાલે. નહીં તે પછી આ ચક્કરમાંથી છૂટી જ નહી શકીએ. હવે તે મૃત્યુને પણ અંત લાવે છે. The Anihilation of Death. બસ, એનું જ નામ છે– નિર્વાણ. ગૃહસ્થ સંસારી મરે તે લેકે કહે છે “મરી ગયા “સ્વર્ગવાસ થયા” વગેરે.......અને સાધુ-સંત મહાત્મા મરે છે ત્યારે કાળધર્મ પામ્યા. મરી ગયા એમ પણ નહીં. “કાળને જે ધર્મ” તે કાળધર્મ પામ્યા. અને જ્યારે તીર્થકર ભગવંતે અથવા ત મે ક્ષગામી જી જ્યારે આયુષ્ય પૂરું કરી મૃત્યુ પામે છે ત્યારે “નિર્વાણ પામ્યા” કહીએ