________________ 388 પણ નથી છૂટયું, પણ સુખ તે જરૂર છૂટશે. શાલિભદ્ર સુખ છોડ્યું હતું. મોક્ષનું સુખમેક્ષનું સુખ શાશ્વત છે, નિત્ય છે, અનંત છે, અવ્યાબાધ છે. કઈથી હણાય તેમ નથી. કેઈ હરી લે તેવું નથી, સ્વવશ છે, સ્વાધીન છે, સ્વતંત્ર છે. ત્યાં દેહ નથી, મન નથી, ઇન્દ્રિયે નથી અને પૌગલિક વસ્તુઓ નથી... નથી જન્મ-મરણ, નથી આધિ વ્યાધિ ઉપાધિ... આત્મા અનંતજ્ઞાનમાં લીન છે. તેથી જ અનંતનું સુખ ભેગવે છે. મેક્ષનું સુખ એ સુખ નથી, પરંતુ આનંદ છે, આનંદઘન છે. સચ્ચિદાનન્દ, ચિદાનન્દ, ચિદાનન્દઘન છે. એ જ સાચું સુખ છે, સાચી સુખની અવસ્થા છે, એ જ મેળવવા સહુએ લક્ષ રાખી પ્રયત્ન કરવો જોઈએ. સર્વ જીવો આવું શાશ્વત સુખ પામે એ જ અભ્યર્થના... | gg સૌજન્ય શેઠશ્રી મેહનલાલ પરસોત્તમદાસ શાહ તથા શેઠશ્રી શાન્તિલાલ કચરાભાઈ શાહ નાનપુરા–સુરત ના સૌજન્યથી આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચોક-સુરત.