________________ 378 ખોટું કરીને પણ સુખી થવું છે. “ભલે કારણ છે હું કે ખરાબ હોય પણ પરિણામ તે સારું જ આવવું જોઈએ”—એવી ઈચ્છા છે. ભલે અમે કાંટા વાવીએ પણ ઉગવા તે આંબા જ જોઈએ! પરન્તુ કર્મસિદ્ધાન્તમાં આવી ભૂલ ક્યારે ય થતી જ નથી. ભૂતો ભવિષ્યતિ ભૂતકાળમાં ક્યારે ય થયું નથી અને ભવિષ્યમાં ક્યારે ય થશે પણ નહીં. માટે જ હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કેपुण्यस्य फलमिच्छन्ति, पुण्यं नेच्छन्ति मानवाः / फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः // –પુણ્યનું ફળ તે બધા જ ઈચ્છે છે કારણ કે પુણ્યનું ફળ સુખ છે, સારું છે, પરંતુ તેને અનુરૂપ કારણભૂત પુણ્ય કરવું કોઈને પસંદ નથી. કેટલી વિચિત્ર વાત છે ! પુણ્યનું ફળ મેળવવું છે, પણ પુણ્ય કરવું નથી. રસોઈ જમાવી છે, પણ રસોઈ કરવી નથી. ક્યાંથી બને ?! એ જ પ્રમાણે પાપનું ફળ કઈ ઈચ્છતું નથી. કારણ કે પાપનું ફળ “દુઃખ” છે. પરંતુ સાથે સાથે પાપની પ્રવૃત્તિ પણ કેઈને છોડવી નથી. છોડવી ગમતી પણ નથી. જે પાપ કરવાં ખરાં અને દુઃખ ઉદયમાં ન આવે એ કેમ બને ? દુઃખ તે. આવવાનાં જ, કારણ કે જેવું વાવે છે તેવું જ પામવાના. તે પછી પાપ કરશે તે દુઃખી જ થવાના, અને ધર્મ-પુણ્ય કરશે તે સુખી અવશ્ય થવાના. હવે જેની જે ઈચ્છા હોય તે કરે. સુખ જોઈએ છે કે દુઃખ? પહેલાં આ નિર્ણય કરે. પ્રવૃત્તિ કે પુરુષાર્થ જ જીવના હાથમાં છે ફળ તે કર્મ સત્તાને આધીન છે. શું મેળવવું છે એની ચિંતા ન કરે !–શું કરવાનું છે એની