________________ 361 તે કેઈ સુખની લાગણી કે નથી તે કઈ દુઃખની લાગણી. . માથાને એક વાળ ખેંચાય કે સંય ભેંકાય તે દુઃખ પણ જીવ અનુભવે છે, અને અત્તર લગાડે કે સુંદર વસ્ત્રો પહેરાવે, સર્વ પ્રકારના સુખની સંવેદના પણ જીવ જ અનુભવે છે. આત્માનું સુખ અનંત છે, શાશ્વત-નિત્ય છે-અવ્યાબાધ છે. સ્વાધીન–સ્વવશ છે. અનંત સુખને માલિક ચેતન-આત્મા જ છે. પરંતુ સંસારની પરિભ્રમણવસ્થામાં જીવ સ્વયં પિતે જ એવી કઈ પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે છે કે જેના કારણે આત્મા પિતે જ તેવા કર્મોથી લેપાય છે, અને પરિણામે સુખ–દુઃખ ભેગવવાં પડે છે. સુખ-દુખ કમજન્ય છે, ઈશ્વર પ્રેરિત નથી. - ઘણાની માન્યતા એવી છે કે “સુખ-દુઃખ એ તે ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરની ઈચ્છાને આધીન છે. ઈશ્વરની ઈચ્છા હોય તે ઈશ્વર કેઈને દુઃખ-પીડા-ત્રાસ આપે અને જીવ તે અનુભવે એટલે દુઃખી થાય...પીડાય... અને જે ઈશ્વરની મહેરબાની હોય તે ઈશ્વર સુખ આપે, સુખી કરે... અને છ રાજી રહે. એટલે સુખ-દુઃખને કર્તા ઈશ્વરને જ માનવામાં આવ્યો છે. બસ, બધી ઈશ્વરની જ લીલા છે. એની ઈચ્છા પ્રમાણે જ કેઈ સુખીઅને કઈ દુખી બને છે.” પરંતુ વિચાર કરીએ તે જણાય કે ઈશ્વર જે ઈશ્વર પરમદયાળુ, પરમકરુણાળુ, પરમકૃપાળુ, એક સર્વોપરિ સત્તા, નિષ્પક્ષ, નિસ્વાર્થી, પરમાથી એવા પરમાત્મા પણ શું કઈને દુઃખ આપે ખરા? અને એ જે દુખ આપે તે એમનામાં ઈશ્વરપણું રહે ખરું? દુઃખ આપવાપણું અને પરમકરુણાળુ, પરમકૃપાળુ, પરમ દયાળુપણું એ પરસ્પર વિરુદ્ધ-વિપરીત વાત છે, વિરોધાભાસી છે. એની સામે બીજે ન રહે, અને બીજાની સામે એક ન રહે બંને સાથે તે સંભવે જ નહીં. તે પછી સંસારમાં