________________ 310 કેઈને ધન-સંપત્તિમાં.. કેઈને વિષય –ભેગમાં કઈને. સત્તામાં..કઈને કુટુંબ-પરિવારમાં સુખ દેખાય છે. જેણે જેમાં માન્યું તે ખરું? અને તેમાં જ લક્ષ રાખીને તેની પાછળ સતત મહેનત ચાલુ રાખી છે. આવી તનતોડ મહેનત જ કહી આપે છે કે હજી એની મહેનત ફળી નથી, હજી કંઈ જ મળ્યું નથી.... હજી તે મેળવવાનું ઘણું બાકી છે. અનાદિકાળની આટલી મહેનત હોવા છતાં કેઈને સંસારમાં વાસ્તવિક સુખ-શાન્તિ મળી નથી એ હકીકત બહુ જ સ્પષ્ટ અને સાચી લાગે છે. મળ્યું હોત તે હવે મેળવવા મહેનત ન કરી હોત. સુખને મેળવવા જીવે આજ દિવસ સુધી જેટલી મહેનત કરી છે. અરે! એની એક ટકા પણ મહેનત જીવે જે ધર્મારાધના પાછળ. કર્મક્ષયના લક્ષ સાથે ..આત્મકલ્યાણના અથે કરી હત તે જીવ ક્યાંય પહોંચી ગયા હત..ચેકસપણે એનું આત્મકલ્યાણ એ સાધી શક્યા હોત.... આ સુખ-દુઃખની ઘટમાળ પાછળ રહસ્ય શું છે? કેમ સુખ પ્રયત્નસાધ્ય નથી? છતી મહેનતે પણ કેમ મળતું નથી ? કારણ શું છે?....આ બધાના ઉત્તરમાં “કર્મ તણું ગતિ ન્યારી”.ના અદ્દભુત કર્મચક્રમાં વેદનીયકર્મનું સ્વરૂપ અત્રે જેવા જેવું છે. જૈન શાસ્ત્રકાર મહર્ષિ બહુ જ સુંદર રીતે આ ચિત્ર સ્પષ્ટ કરે છે. અનંત સુખ એ આત્માને સ્વભાવ છે- અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વિર્ય, અનામિ, અરૂપિપણું, અગુરુલઘુપણું વગેરે જેમ આત્માના ગુણે છે, આત્માના સ્વભાવ તરીકે છે, તે જ પ્રકારે તે જ એક વિશિષ્ટ ગુણ આત્માને છે અને તે છે “અનંત સુખ”..“અવ્યાબાધ સુખ ચેતનાશક્તિવાળા ચેતન એવા આત્માને જ આ સ્વભાવ છે, ગુણ છે. જડમાં સુખ-દુઃખની કેઈ સંવેદના નથી હોતી. નથી