________________ 362 એક બીજાને જે દુઃખ ત્રાસ કે પીડા આપનારા મનુષ્ય કે પશુઓ છે...તે તેમને પણ ઈશ્વર કહેવા પડશે. ઘણું વાર માખી મચ્છર અને માંકડને ત્રાસ પણ ઘણું હોય છે તે પણ દુઃખ-તકલીફ આપતા હોય છે. તે શું તે પણ ઈશ્વર? અને શું પિતાના સુખ-દુઃખના કારણ ઈશ્વરને કહીને કર્તા-હર્તા ઈશ્વરને બનાવી દઈએ તે આપણે પિતે જે કંઈ પણ ખૂન, બળાત્કાર, પાપ જે કરીએ તે બધું કૈણ ભગવે? ક્યાં જાય? તે પછી કહેવું પડે કે ના ના.. ઈશ્વર તે સર્વ જીવના પાપ-પુણ્ય-અને શુભાશુભ કર્મ પ્રમાણે જ ફળ આપે છે... તે પછી “સનું નિદરમ દૃશ્વરઃ” આ કહીને ઈશ્વરને દયા, કરુણા, કૃપા કરનારા અને તે જ પ્રમાણે સંહાર-પ્રલય અને વિનાશ વગેરે કરનારા માનવા એ કેટલે અંશે રેગ્ય ગણાય? | કર્મની સત્તા તે સ્પષ્ટ જણાવે છે કે જેવાં બાંધશે તેવાં જ ફળ ભેગવશે” “જેવું વાવશે તેવું લણશે” “જેવું કરશે તેવું ભરશે” એમાં તે કઈ શંકા જ નથી. વેદનીયકર્મ-અનંત સુખ... “અવ્યાબાધ સુખ’ના સ્વભાવ વાળો પણ જીવ રાગ-દ્વેષ–મેહ-માયા-લેભ-કર્માદિને વશ પડીને એવી વિભાવદશાની પ્રવૃત્તિ કરે છે કે જેના કારણે પોતે જ પિતાનાં કરેલાં કર્મથી બંધાય છે અને લેપાય છે. અને એ જ બાંધેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સુખ–અને દુઃખ ભેગવવાં પડે છે. સુખ થોડું અનુકૂળ સારું રાગપ્રધાન લાગે છે, ગમે છે જ્યારે દુઃખ પ્રતિકૂળ, અણગમતું હોય છે. આ સુખઅને દુઃખને અપાવતું કર્મ તે “વેદનીયકર્મ. જેના વડે આત્માને સંસારમાં વેદના, ત્રાસ, તકલીફ, પીડા અથવા સુખ શાતા અનુભવવી પડે છે તે “વેદનીયકર્મ'.