________________ 359 ભ કાઢી નાંખ્યા. સુખ મળે, પણ દુઃખ ન ટળે, તે પણ શું કામનું? અને ઘણી વખત દુઃખ ટળી પણ જાય છે પરંતુ સુખ જેવું હાથમાં કંઈ જ નથી આવતું, તે પણ નથી ચાલતું જીવે દુઃખને અભાવ સુખ માન્યું છે, એવું પણ નથી..હા...પરંતુ સુખને અભાવ જરૂર દુઃખ માન્યું છે. કેમ? શા માટે? “સુખ નથી માટે દુખી છીએ.” તે પછી “દુઃખ નથી માટે સુખી છીએ” એમ કેમ નથી કહેતા? ના... સુખ અભાવાત્મક નથી, એ તે ભાવાત્મક છે એની સત્તા છે, એનું સ્વરૂપ છે .. પરંતુ જીવને પૂછો કે અનાદિ અનંતકાળથી આટલા બધા ભવોની સતત મહેનત કરતા હોવા છતાં પણ શું સુખ મળી ગયું છે? જે મળી ગયું હોત તે હવે જીવ એ માટે મહેનત ન કરત. દેખીતી વાત છે કે મળ્યા પછી કઈ મેળવવા મહેનત નથી કરતું. પરીક્ષામાં પાસ થયા પછી પાછું એ જ ભણવા કે વાંચવા કેઈ મહેનત નથી કરતું, કારણ કે મેળવવાનું લક્ષ હોય છે અને મેળવવાને અનુરૂપ પ્રવૃત્તિ હોય છે. પ્રવૃત્તિ-પુરુષાર્થ એ ક્રિયા છે, મહેનત છે; જ્યારે “મેળવવું” એ પરિણામ-ફળ છે, ક્રિયાને અંત છે જે દરેક ભવેની આટલી મહેનત પછી પણ નથી મળ્યું તે ક્યાં ય ખામી હોવી જોઈએ ! અને હજી તે આ સંસારમાં કેઈએ સંતોષી નર નથી દેખાતે કે જેને બધું મળી ગયું છે અને હવે મેળવવાની મહેનત જેણે છેડી દીધી હેય. અરે! એક કીડી પણ મેળવવા કેટલી મહેનત કરે છે! એક સાકરના ટુકડાની ગંધ આવી કે તુરંત દે છે મેળવવા. ઘણી મહેનત કરીને એ કણને પિતાના દરમાં લાવે છે, કારણ કે કીડીને સાકરમાં સુખ દેખાયું છે. ઘણું પશુપક્ષીઓને ખાવામાં સુખ દેખાયું છે. દેવતાઓને સ્વર્ગમાં એશ-આરામ...ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિમાં સુખ દેખાયું છે... જ્યારે મનુષ્યગતિમાં કોઈને ખાવા-પીવામાં, કેઈને ઊંઘ-આરામમાં,