________________ * 358. આ શાતા અને અશાતા શું છે? સુખ અને દુઃખ શું છે તેને છેડે વિચાર આજે આપણે અહિંયા કરે છે. | અનાદિ-અનન્તકાળથી આ સંસારના ચોર્યાસીના ચકકરમાં જનમ-મરણ કરતે જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતી વાર નરકમાં ગયે, અનંતી વાર સ્વર્ગ–દેવગતિમાં ગયે. તિર્યંચના - ભવે પણ અનંતા કર્યા. અને મનુષ્યગતિ પણ આજે કંઈ નવી નથી પામ્યા. અનંતી વાર મનુષ્ય થઈને પણ ભટક્યો. ચારે ગતિ અને પાંચેય જાતિમાં અનતી વાર ફર્યો, રખડ્યો.અને હજી પણ પરિભ્રમણ ચાલુ જ છે. શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે... न सा जाई न तजोणि, न तत् कुलं न तत् ठाणं / जत्थ जीवो अणंतसो, न जम्मो न मुओ // –કઈ એવી જાતિ નથી, કેઈએવી ઉત્પત્તિસ્થાનસ્વરૂપનિ નથી, કેઈ એવું કુલ નથી, અને કઈ એવું સ્થાન પણ નથી, કે જ્યાં જીવ અનંતાવાર ન જન્મ્યા હોય કે ન મર્યો હોય. ' બહુ ઊંડાણથી વિચાર કરીએ અને જોઈએ કે આ જીવે અનંતા જનમ-મરણના આ ભવમાં સંસારમાં કર્યું શું? મેળવ્યું શું? " પ્રોગ્રામનુદ્દિફ મોડ પ્રવર્તતે” વગર પ્રોજને તે મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ નથી કરતે. તે શું આ જીવ આટલા બધા ભવ ભટકો છતાં પણ કંઈ ન સાધ્યું? શેના માટે ભટક્યો? શું મેળવવા મહેનત કરી? ઊંડા ચિંતનના આધારે એટલું તો જણાય છે કે ગમે તે ગતિમાં જીવ ગયે, ગમે તે જાતિમાં ગયે, નાનો કે મટે ગમે તે ભવ કર્યો... પરંતુ સર્વત્ર સતત જીવે મુખ્ય મહેનત તે એક જ કરી છે અને તે છે–“સુખને મેળવવાની”. આ સુખને મેળવવાને લક્ષ સાથે એક બીજું પણ લક્ષ જીવે સતત સાથે રાખ્યું છે...અને તે છે –“દુઃખ ટાળવાનું.” “સુખ મળવું જોઈએ અને દુઃખ ટાળવું જોઈએ આ લક્ષથી પ્રયત્ન કરતા જીવે અનંતા