________________ ધુમાડે ખેંચે એમાં વાયુકાયના જીવ મરે. સીગરેટમાં ભરેલે તમાકુ વનસ્પતિકાય. અંદર જે નાના છે કે કંથવા હેય તે ત્રસકાય. આમ તમે છ એ છ કાય જીવને કચ્ચરઘાણ કરી નાખ્યું. આનું પરિણામ? તમે મારો છે તે જ તમને મારનાર થાય. અને એથી જ ગતિનું ચક્ર ચાલ્યા જ કરે. વાયુકાય કેટલી કેટલી જાતની હવા. ઠંડી, સૂકી, ગુલાબી. ઘરમાં ચાંપ દબાવી કે પંખો ચાલુ, તમને થડી હાશ થઈ પણ તમે કેટલા વાયુકાય જીવને વિનાશ કર્યો? જીવ કેટલીય નિજેર કરે ત્યારે પરિણામે એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય ગતિ જીવને પ્રાપ્ત થાય. બેઈન્દ્રિયમાં સુખડી ને ગળપણ ખાધાં, પિટમાં કરમિયાં થયાં. છે. ને ડેઝ લીધે. કેટલાંય, રીંગવર્મ, બ્રેડ વર્મ, ટેપ વર્મને નાશ થયે?! અહીંથી મરીને એ જીવ વરસાદમાં અળશિયે થયે. રસ્તા પર ગયે. તમારી ગાડીનું પૈડું આવી એનો કચ્ચરઘાણ કરી ગયું. એમાંથી વળી શંખેલે થયે. જીવને કેઈ ને કઈ દેહ ધારણ કરવું જ પડે છે. સંસારમાં કઈ જીવ દેહ ધારણ કર્યા વિના કેઈ કાળે રહી શકતો નથી અને હેતે નથી.