________________ 18 P = હાથ, પગ, કમર, ગળું એ બધા અંગને શણગારાય! મહાપુરુષને, તમને જોઈને દયા આવે છે. એકેન્દ્રિયના મડદાને લઈને ફરનારે અને એ મડદાનું પ્રદર્શન કરનારે માનવ કે અજ્ઞાની અને પામર છે. અપૂકાય ઝાકળ, કુવા, તળાવ, વરસાદ, નદી અને દરિયાનું પાણી. કેટલાં પ્રકારનાં પાણી ? પૃથ્વી પર પાણી ત્રણ ભાગ. એટલે પૃથ્વી કરતાં ત્રણગણું પાણી. પાણી તે ઠીક પરંતુ એમાં અમુકાય જીવ કેટલા? અસંખ્ય જીવ પાણીને એક બિંદુમાં ! અગ્નિકાય અગ્નિકાયમાં લાઈટ, લાઈટર વગેરે. સીગરેટ સળગાવવી હોય એટલે ચપ દઈને લાઈટરની ચાંપ દબાય અને ક્યાંય ને કયાંયથી જીવને સળગવું તે પડે. અને જેવી સીગરેટ સળગી રહી કે તરત લાઈટર બંધ. એ અગ્નિકાય જીવનું જન્મ અને મણ પણ કેટલું ટૂંકું! એને જન્મ આપવા માનવા તૈયાર અને મારવા માટે પણ માનવા તૈયાર ! તમારા શેખની એક મિનિટમાં કે વિનાશ! એક કાયના નહીં, છ એ છ કાયના જીવ મરે છે. સીગરેટને કાગળ પૃથ્વીકાયમાંથી બને, એમાં ભેજ હેય જ એટલે અપકાય. સળગાવે એટલે અગ્નિકાય.