________________ 39 સાથે જાતિમદથી નીચગેત્ર કર્મ બાંધ્યું છે એ પણ ખ્યાલ આવતાં સંયમના માર્ગે વધુ દ્રઢ થયા. મેતાર્યમુનિ–સાકેતપુર નગરના રાજા ચંદ્રાવતંસક કે જેનું કાર્યોત્સર્ગમાં એકાગ્રતા, તલ્લીનતા રાખવા તરીકે નામ પ્રસિદ્ધ હતું. તેમને “સાગરચંદ્ર” અને “મુનિચંદ્ર” બે પુત્ર હતા. સાગરચંદ્ર દીક્ષા અંગીકાર કરી. તે વિહાર કરતા ઉજજયિની નગરીમાં પધાર્યા. ત્યાં રાજકુમાર અને પુરહિતપુત્ર બંનેને પ્રતિબોધ આપી દીક્ષા આપી. પુરહિતપુત્ર બ્રાહ્મણ હતે તેણે ચાત્રિમાં એવું અભિમાન સતત રહેતું હતું–‘અરે ! બ્રાહ્મણ કરતાં વળી બીજો શ્રેષ્ઠ કેણ હોઈ શકે?” હું બ્રાહ્મણ છું, મારી જાતિ બધા કરતાં ઊંચી અને બીજા બધા હલકી જાતિના. આવા જાતિમદને પરિણામમાં તેમણે નીચગોત્રકર્મ બાંધ્યું અને તે કર્મના વિપાકે સ્વર્ગમાંથી વી રાજગૃહી નગરીમાં “મહેર નામના ચંડાળના ઘરમાં “મેતી” નામે તેની ચંડાળણી પત્નીની કુક્ષિઓ ઉત્પન્ન થયા. નીચગેત્ર કર્મ બાંધ્યું હતું તેના પરિણામે ચંડાળ કુલમાં ઉત્પન્ન થવું પડયું અને લેકમાં ચંડાળપુત્ર તરીકે હીલના પાયે અંતે મિત્રદેવના કારણે વૈરાગ્ય પામ્ય અને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ મેતાર્ય મુનિ બન્યા. મુનિપણું પામ્યા પછી જાતિકુળનું નીચપણું નથી રહેતું. સાધુ તે સર્વને પૂજ્ય. નવ પૂર્વને અભ્યાસ કરી જિનકલ્પપણું અંગીકાર કરી માસક્ષમણની તપશ્ચર્યા કરતા. સનીના ઘરે પારણું કરવા આવ્યા. અને તે જ ક્ષણે ક્રૌંચ પક્ષી સોનીના સેનાના જવલા ચણી ગયે. સૈનીએ મેતાર્ય મુનિને ઉપસર્ગ કર્યો. પરંતુ સમતાભાવે રહી મુનિ ક્ષપકશ્રેણિએ ચઢી કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા.