________________ 350 - (2) લાભમદ–હસ્તિનાપુરના રાજા કૃતવીર્યના પુત્ર સુભૂમ ચક્રવતી બન્યા. પરશુરામે પ્રથમ સાત વાર પૃથ્વી ક્ષત્રિયરહિત (નિઃક્ષત્રી) કરી હતી તેને વૈરને બદલે વાળવા અને પિતૃહત્યાનું વેર લેવા સુભૂમે પરશુરામને પણ પિતાના ચક્રરત્નથી મારી નાખ્યા. ધનસંપત્તિ, રાજ્ય અને સત્તાની ખાતર સંસારમાં વર્ષોથી આ જ ચાલતું આવ્યું છે. સુભૂમે ભરતક્ષેત્રના 6 ખંડ સાધ્યા. અને ચક્રવર્તી બન્યા. પરંતુ એને લેભ જાગે. અરે 6 ખંડ તે બધા ચકવતી સાથે છે, અને તે જ મેં પણ સાધ્યા છે, તે એમાં નવાઈ શું? મારે તે ધાતકીખંડના બીજા પણ ભરત વગેરે ક્ષેત્રે જીતવા જોઈએ, તે કંઈક લાગે કે હું ચક્રવર્તી બન્યો છુંઆ વિચાર કરી પિતાના સિન્ય સાથે તૈયાર થઈ લવણસમુદ્રના કાંઠે આવ્યું. પરંતુ દેવવાણીમાં ના પાડવામાં આવી. સુભૂમ! ચક્રવર્તીના નિયમ પ્રમાણે તમે 6 ખંડ સાધી લીધા છે. માટે હવે લોભ કરશો નહીં. 6 ખંડને તમને જે લાભ થયે છે તેમાં જ સંતેષ રાખે. આગળ વધશે નહીં.” પરંતુ લેભી કેનું માને, કેનું સાંભળે? તે આગળ વધે. અને દેવતાઓએ સાથ ન આપે. દેવતાઓએ તેને પાક. છેવટે 2 લાખ જનના વિસ્તારવાળા લવણસમુદ્રમાં પડીને સુભૂમ ચકવતી મૃત્યુ પામીને સાતમી નરકે ગયે. સાતમો ખંડ મેળવવા જતાં તે સાતમી નરક મળી. ભયંકર લેભનું પરિણામ વિપરીત જ આવ્યું. (3) કુળ મદ– કુળને મદ કરીને મરીચિએ ભવપરપરા બગાડી. નચત્રકર્મબધી સત્તાવીસમા ભવે પણ દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં રહેવું પડ્યું.. (વગેરે હકીક્ત પૂર્વે આપણે જોઈ ગયા છીએ)