________________ 348 (1) જાતિમદ-સુંદર જાતિ, લેકપૂજ્ય, લેકમાન્ય, લેકમાં પ્રસિદ્ધ શ્રેષ્ઠ જાતિ પણ જીવને ઉચ્ચત્રકર્મના કારણે પ્રાપ્ત થાય છે. પરંતુ બધા જ જીને તે મળી જાય છે એવું નથી હતું. સંસારમાં હીન, હલકી જાતિઓ પણ છે, અને જીવે એ જાતિમાં પણ જન્મે છે. પરંતુ સારી ઉચ્ચ જાતિમાં જન્મેલાએ બીજાની હલકી જાતિ જોઈને અભિમાન પણ ન કરવું જોઈએ. અને હલકી જાતિવાળાએ બીજાની ઉચ્ચ જાતિ જોઈને ઈર્ષ્યા-દ્વેષ પણ ન કર. હરિકેશ મુનિ તથા મેતાર્યમુનિ જેવા જાતિમદના કારણે હલકી ચંડાળજાતિમાં જનમ્યા. હરિકેશી મુનિ-મથુરા નગરીના રાજા શંખે દીક્ષા લીધી. ચારિત્રધર્મની આરાધના કરતા હતા. વિહાર કરતા શંખમુનિ હસ્તિનાપુર નગરીમાં પધાર્યા. રસ્તે ખબર ન હોવાથી માર્ગમાં મળેલા એક “મદેવ” નામના પુરહિતને રસ્તે પૂછો. પુરેડિતે માર્ગ બતાવ્યું. અને અંતે મુનિ શંખ મહારાજના ઉપદેશથી પ્રતિબંધ પામી “મદેવ પુરોહિતે” મુનિ પાસે દીક્ષા લીધી...ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાળે છે, પરંતુ બ્રાહ્મણ પુરોહિત તરીકે હું ઊંચે, અમારી જાતિ જ શ્રેષ્ઠ ગણાય, બીજી બધી જાતિ તે હલકી ગણાય...વગેરે બેલતા. જાતિનું અભિમાન કર્યું સેમદેવમુનિ ચારિત્ર પાળી સ્વગે ગયા. અને બાંધેલા નીચગોત્રકર્મના કારણે ફરીથી અવતરતા ગંગાનદીને કાંઠે બલકેટ નામના ચંડાળના ઘરે તેની “ગૌરી પત્નીની કુક્ષિમાં જનમ્યા અને “હરિકેશી” એવું નામ પડ્યું. અને હરિ કેશીને પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્યભાવ જા. દીક્ષા લીધી અને સાથે