________________ 17 એનાં પાપકર્મ ચાલ્યા જ કરે છે. જન્મમરણનું ચક્ર પણ ચાલ્યા જ કરે છે. પૃથ્વીકાય પૃથ્વીકાયમાં પથ્થરની સ્થિતિ કેવી! એ જીવની સ્વકાય સ્થિતિ પણ કેટલી લાંબી! એ પથ્થરમાં પણ જાતજાતના અને ભાતભાતના પથ્થર ! દરિયાને પથ્થર અને મીઠું પણ બને, અને એમાં પણ કંઈક અકામ નિર્જરા કરી હોય અને શુભ નામકર્મ બાંધ્યું હોય તે સારા સ્વરૂપે આવે સુરતના હીરાબજારમાં. એકેન્દ્રિયમાં પણ સારી ચામડીવાળો ચળકત પથ્થર એ હીરે. પણ હીરે આવે એટલે એની ચામડી ઘસી નાંખવામાં આવે એને કાપીને છેલી નાંખવામાં આવે. પછી એને વીંટી, બુટ્ટી, હાર કે જડમાં જડીને કાન, નાક, આંગળીએ અને ગળામાં પહેરીને માનવી શભા કરતા નીકળે. મનુષ્ય મરે તે એનું સ્થાન સ્મશાનમાં પણ આ એકેન્દ્રિય મરે તે એ ભાગ્યશાળી કે તમારા જેવાનાં અંગે પર સ્થાન પામે. એ એકેનિદ્રય તમારી ખાતર મરે છે કે એની ખાતર તમે મરે છે? પૃથ્વીકાયમાં એ પછી તે માટી, પાર, ધાતુ, વગેરે પણ બને. ધાતુય એકેન્દ્રિય. ખાણમાંથી ખાદી અનેક આરંભ-સમારંભ પછી ગાળીને સોનું બનાવાય. એ સેનાને ભેગું કરાય અને શરીર પર કિલે દેઢ કિલો જેટલું લાદવામાં આવે !