________________ 345 કહ્યું છે કેન્સર સામ, સિદ્ધક્ષેત્ર સમાધાઃ | - संघश्चतुर्विधो लोके, सकारा पंच दुर्लभा : // પાંચ સકારે જીવને દુર્લભ છે-૧. સારી સંપત્તિ-સદુદ્રવ્ય, અને 2. સારાકુળમાં જન્મ થવું, (ધર્માદિ સંસ્કારી કુળ પ્રાપ્ત થવું), 3. સિદ્ધક્ષેત્ર-શત્રુંજયનાં દર્શન, તથા 4. સમાધિ અને 5. ચતુવિધ સંઘની પ્રાપ્તિ આ પાંચ સાકાર (સ અક્ષરથી શરૂ થતા ભાવે ) મળવા દુર્લભ છે. "चाण्डालमुष्टिकव्याधमस्यबन्धदास्यादिभावसम्पादकत्वं नीचैर्गोत्रस्य लक्षणम् " / જેનાથી ચડાળ કુળમાં ઉત્પન્ન થવું, મુષ્ટિક, શિકારી, માછીમાર, નેકર, ચાકર ઇત્યાદિ પ્રાપ્ત થાય છે તે નીચગોત્રકર્મના કારણે મળે છે. નીચગોત્રકર્મના ઉદયે જીવ માતંગ (ટ્રેડ) થાય છે. હલકી જાતિમાં ઉત્પન્ન થાય છે. અને ગટર–ખાળ વગેરે સાફ કરવાનાં કામ કરવાં પડે છે. હરિજનાદિ અસપૃશ્ય થઈને દુર્ગછા ઉપજે એવાં કામો કરવાં પડે છે. માળી, ગોવાળ, તેલી–ઘંચી, કેળી, મેચી, ભંગી વગેરેપણું મનુષ્યગતિમાં પણ નીચગોત્રકમના કારણે પામે છે. અને તે કારણે તેવાં કાર્યો કરવાં પડે છે. તિર્યંચ ગતિમાં તે ભૂંડ-ડુકકર, શિયાળ, વગેરે થઈને મનુષ્યની વિષ્ટાદિ ખાવાં વગેરે દુઃખ સહન કરવાં પડે છે. નીચગોત્રકર્મના કારણે યાચક, દરિદ્ર, ભિક્ષુક, કૃપણ, રાંક, કેળી વગેરે કુળમાં જન્મ લેવા પડે છે. - જ્યારે ઉચ્ચગોત્રકમને ઉદયે જીવને જાતિ-કુળ વગેરે સારાં મળે છે. ઉચ્ચ લેકપ્રશસ્ય કુળ-જાતિમાં જન્મ મળે. આચાર્ય - ઉપાધ્યાયાદિ પદવી મળે છે. સાધુપદવી પ્રાપ્ત થાય, કારણ કે