________________ 346 નીચોવકર્મને ઉદય પાંચમા ગુણસ્થાનક સુધી જ છે. સાધુ થયા પછી નીચગોત્રપણું નથી રહેતું. સાધુ થઈ ગયા એટલે ઘર-બારના ત્યાગી અણગાર બન્યા. એટલે સાધુને જાતિ-કુળ વગેરે ન પુછાય. કહ્યું છે કે जाति न पूछियो साधु की, पूछ लीजियो ज्ञान / मोल करो तलवार का, पडा रहम दो म्यान // જેમ બજારમાં જઈએ ત્યારે તલવાર ખરીદતી વખતે તલવારની કિંમત કરાય છે, કારણ કે ઉપયોગમાં તલવાર આવવાની છે. માટે ધાર જોઈ ને તલવારની કિમત થાય, નહીં કે–મ્યાન (તલવાર રાખવાના ખા) ની. એ જ પ્રમાણે સાધુ મહાત્મા મળે ત્યારે સાધુને જ્ઞાન વગેરે પુછાય, જેનાથી જ્ઞાન વધે તેવા જિજ્ઞાસાજન્ય પ્રશ્નો પૂછવાનું નહીં કે સાધુને જાત-નાત-કુળ વગેરે. તે પૂછવાને કંઈ જ અર્થ નથી. ઉચ્ચગોત્રકર્મના કારણે શ્રેષ્ઠ સત્તા-પદવી પ્રાપ્ત થાય. માનપાન મળે મોટાઈ મળે. જિનેશ્વરે આદિ, ઉગ્ર-કુળ, ભેગકુળ, રાયકુળ, ક્ષત્રિયકુળ, હરિવંશકુળ વગેરેમાં જન્મ મળે. દેવલેકમાં ઈન્દ્રપણું મળે. વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, ચક્રવર્તી પણું, તીર્થકરપણું વગેરે ઉચ્ચગોત્રકર્મને કારણે પ્રાપ્ત થાય છે. ઉચ્ચગોત્રકર્મવાળામાં પ્રમુખપણે ધર્માદિની આરાધના જોવામાં આવે છે. પ્રમાણમાં નીચત્રકર્મવાળામાં ધર્માદિની પ્રવૃત્તિ જેવામાં ઓછી આવે છે. સર્વત્ર ઉચ્ચત્રકર્મને કારણે જીવ સર્વ સારા ઊંચા ભાવે પ્રાપ્ત કરે છે, જ્યારે નીચત્રકર્મના કારણે તે જ હીન, ઓછા તથા નીચા ભાવે પ્રાપ્ત થાય છે.