________________ 337 અને કાળા પત્થર, કોલસા, લોખંડ વગેરે નીચ ગોત્ર કર્મના કારણે નીચપણું–અશુભપણું પામે છે. અપૂકાયમાં–ગંગા-યમુનાનું જળ, ક્ષીરસમુદ્રનું પાણી, વર્ષાનું પાણી વગેરે ઉચ્ચ ગોત્રકર્મના પ્રભાવે ઉચ્ચપણું, સર્વ શ્રેષ્ટપણું લેકપૂજ્યપણું પામે છે. ગંગાનું જળ તે કેટલું પવિત્ર કહેવાય છે. એટલે તે “મામા,ત્તિર કાશીમાં મરવાથી મુક્તિ (હિંદુઓમાં) માનવામાં આવી છે. ગંગાની પૂજા નમન વગેરે કરાય છે. અને લવણસમુદ્રનું ખારું જળ વગેરે, ગટર, ખાળ વગેરેનું જળ નીચગોત્રકર્મને આભારી છે. જે લેકનિન્તપણું પામ્યું છે. તેઉકાયમાં–અગ્નિકાયમાં પણ એવા ભેદ પડે છે. ઘીને દી વગેરે. વાયુકાર્યમાં–ઠડે, ગુલાબી, મંદ-મંદ વાતે વાયુ એ સારે ઉચ્ચગોત્રને વાયુ ગણાય છે. પર્વતાદિ પ્રદેશ ઉપર આવી હવા વહેતી હોય છે. જે આહલાદક, આનંદદાયક અને પ્રિય લાગે છે. તેથી શ્રેષ્ઠ ઊંચ ગણાય અને તેથી વિપરીત સૂસવાટા મારતે પવન, વંટેળિયે વગેરે નીચગોત્રકર્મના ઉદયવાળા ગણાય છે. વનસ્પતિકાયમાં–કેરીનું ઝાડ, કલ્પવૃક્ષ, ગુલાબ, જાઈ, કેતકી વગેરે સુગંધી પુનાં વૃક્ષ, સુમધુર ફળનાં વૃક્ષે વગેરે સારા ઉચ્ચગોત્રકર્મના ઉદયવાળી વનસ્પતિ કહેવાય છે. તુલસી વગેરે વૃક્ષોનું મહત્વ કંઈ જુદું જ છે, લેકે પ્રદક્ષિણા દઈને પૂજે છે. એનાથી વિપરીત બાવળ, લીમડા, કાંટાળા થર વગેરે વનસ્પતિ નીચગોત્રકર્મને ઉદયવાળી ગણાય છે. આ પ્રમાણે જોતાં એમ જરૂર લાગે છે કે સંસારી સર્વ ગતિ અને જાતિના છ ગોત્રકર્મપિશાચગ્રસ્ત છે. અને તેના ઉચ્ચ-નીચના વિપાકે ભગવે છે.