________________ 338 મરીચિના ભવમાં બાંધેલું નીચગોત્રકમ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને આત્મા નયસારના પ્રથમ ભવમાં મહામંત્ર નમસ્કારનું ઉત્તમ આરાધના કરીને દેવલોકે ગયે. ત્યાંથી ચ્યવી પુણ્યપ્રભાવે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતચકવતીના પુત્રપણે મરીચિ નામે ઉત્પન્ન થયા. મરીચિએ શ્રી આદીશ્વર પ્રભુ પાસે દીક્ષા દીધી. સાથે જ વિહારાદિ કરે છે, પરંતુ તીવ્ર અસહ્ય ગરમીના કારણે સંયમથી ચલિત થયા, પરિણામે સ્થિર ને રહ્યા. પરંતુ પિતા ચક્રવર્તીના ભયથી ગૃહપ્રવેશ ન કરી શક્યા. પરંતુ ત્રિદંડી બનીને રહ્યા. માથે છત્ર, પગમાં લાકડાના ખડાઉ, ભગવાં વસ્ત્ર, વગેરે રીતે ત્રિદંડી બનીને રહ્યા...છતાં પણ વિહાર કરે છે. મનમાં પરિણમે હજી સારા હતા, તેથી અવારનવાર સવે.ને સાચે ધર્મોપદેશ કરે છે. એક દિવસ મહારાજા ભરતે પરમાત્મા શ્રી ઋષભદેવને પૂછયું-“હે પ્રભો ! આ પર્ષદામાં આગામી તીર્થકર થનાર એ કેઈ ઉચ્ચ આત્મા છે? હે પ્રભુ ! જે હોય તે બતાવે. જેથી હું વંદન-નમન કરી બહુમાન કરું ? " " ભગવંતે કહ્યું-“હે ભરત! તારે જ પુત્ર મરીચિ જે છે તે ઉત્તમ પુણ્યશાળી જીવે છે. એ વાસુદેવે થશે, ચક્રવતી પણ થશે અને આજ અવસર્પિણીને અંતિમ તીર્થંકર પણ થશે. ત્રણેય શ્રેષ્ઠ ઉચ્ચ પદવીઓ ભેગવશે.” * * * પિતાના પુત્ર માટે આવી ભવિષ્યવાણી સાંભળી ભરત આનંદિત થયા. હર્ષને પાર ન રહ્યો. ભરત તુરંત મરીચિ પાસે ગયા, અને મરીચિને પ્રર્દીક્ષણ દઈ વદને કરવા લાગ્યા. પણ મરીચિને સાવધાન કરતાં કહ્યું હે મરીચિ! આં તમારે ત્રિદંડીપણુને વંદન નથી કરતું પરંતુ પ્રભુએ કહ્યા મુજબ તમે વાસુદેવ, ચક્રવર્તી અને છેલા તીર્થકર થવાનું છે માટે તમારી શ્રેષ્ઠતાને અત્યારે હું છું. " કે " ક " જ છે , છે કે :