________________ 311 આવી પવિત્ર પરમાર્થની સર્વ કલ્યાણની ભાવના ભાવતા ભાવતા આત્મા તીર્થંકર નામકર્મ બાંધે છે. અને ત્રીજા ભવે નિશ્ચય તીર્થકર બને છે. આજે આપણે આપણી ભાવનાને વિચાર કરીએ. શું આપણને પણ સર્વ કલ્યાણની ભાવના આવે છે કે પછી વમંગલમાંગલ્ય, સ્વકલ્યાણકારણમ અને વિચાર આવે છે? સ્વ = મારું મંગલ થજે. સ્વ = મારું કલ્યાણ થજે. નહીં, આ સ્વાર્થવૃત્તિ છે. આ સ્વાર્થવૃત્તિની ભાવનાથી પરમાત્મા ક્યારેય પણ નથી બનાતું. તે માટે સ્વાર્થવૃત્તિ તજી નિસ્વાર્થ બનવું પડશે, અને નિસ્વાર્થ જ નહીં પરમાથી બનવું પડશે તે પરમાત્મા બની શકાશે. માટે “સ્વને બદલે સર્વના કલ્યાણની ભાવના ભાવવાનું કહ્યું છે. “સર્વમાત્રમાં , સર્વવલ્યાણકારF " સર્વનું મંગલ અને સર્વનું કલ્યાણ થાઓ”—એવી ભાવના રાખવી જ પડશે. તે જ તીર્થકર બની શકાશે. પરન્તુ આપણું મને વૃત્તિ બહુજ હલકી છે. દેરાણી-જેઠાણીના જેવી ઈર્ષ્યા-દષ્ટિથી ભરેલી છે. દેરાણીએ ઈષ્ટદેવની સાધના કરી માંગણી કરી કે હે દેવ ! તમે જેઠાણને જે આપ એના કરતાં મને ડબલ (બમણું) આપજે.” સારું” કહી દેવ અદશ્ય થયે. જેઠાણીને ખબર પડી. યુક્તિ સાધી. અરે ! મારા કરતાં દેરાણુ વધુ સુખી-સમ્પન્ન બને કેમ? હે દેવ ! આજે મારી માંગણી એવી છે કે મારી એક આંખ ફેડી નાખ.” એટલે મનમાં તે હતું જ કે મારી તે એક જ આંખ જશે, પણ દેરાણીની તે બને જશેને? મારી એક જાય એનું મને દુઃખ નથી, પરંતુ દેરાણની બે આંખે જાય એમાં હું રાજી છું. એમ જ થયું. હાય ! આ કેવી ઈર્ષ્યા-દ્વેષની