________________ 310 જેમ પ્રકાશ, પાણી, માટી આદિને યોગ મળતાં બીજ ઊગે છે. તે જ પ્રમાણે આત્મામાં પડેલી શક્તિને પણ એવા જ યેગે મળતાં તે ખીલે છે અને આત્મા એક દિવસ પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે, પામર પરમ બની જાય છે, અપૂરું પૂર્ણ બની જાય છે. પૂર્ણાનન્દ, સચ્ચિદાનન્દ, આનન્દઘન, નિરંજન-નિરાકાર, અવિનાશી, અક્ષયસ્થિતિને માલિક બની જાય છે. તીર્થકર બનવાની પ્રક્રિયા• કારણસંગે કાર્ય નિર્માણ થાય છે જગતમાં કઈ ધર્મમાં ઈશ્વર-ભગવાન બનવાની પ્રક્રિયા–પદ્ધતિ બતાવવામાં આવી નથી. કારણ કે અવતારવાદ છે, અને બીજા ભગવાન બની શકતા જ નથી; માટે પ્રક્રિયા બતાવી જ નથી. એકમાત્ર જૈનધર્મો અરિહંત પરમાત્મા-ભગવાન તીર્થકર બનવાની પ્રક્રિયા-પદ્ધતિ બતાવી છે. તે માટે ગુણસ્થાનક ક્રમારેહની પ્રક્રિયા સમજવી પડે. સમક્તિ ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા છે વિશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દિલમાં ધરી છે જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી . શુચિરસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતા / મિથ્યાત્વને નાશ કરી આત્મા ચેથા ગુણસ્થાનકે ચઢી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. શુદ્ધ શ્રદ્ધાવાન બને. પછી કમે આગળ વધતા ચારિત્રધર્મ અંગીકાર કરી સાધુ બને. અને વીશસ્થાનક પદની વિધિપૂર્વક આરાધના કરે છે. અને અભુત તપશ્ચર્યા કરે છે. સાથે સાથે જગતના કલ્યાણની એવી ભાવદયાની ભાવના ભાવે છે–આ જગત આખું દુઃખમય છે. આટલા જીવે દુઃખમાં વેળાય છે. હું સર્વ જીને જિનશાસનના રાગી બનાવું, ધમી બનાવું, પાપ કરતાં બચાવું. સર્વ જીવોને કલ્યાણને માર્ગ બતાવું.”