________________ 312 મનવૃત્તિ. હવે જ્યાં આવી હલકી મનોવૃત્તિ હોય ત્યાં ક્યાંથી ઉચ્ચભાવના આવે? મારા પાડોસી કરતાં પણ મને પહેલાં મળે એવી મારી ભાવના છે. પરંતુ તીર્થકર નામકર્મ એમ ને એમ એવી ભાવનામાં નથી બંધાતું. તીર્થકર નામકર્મ"तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो" સવિજીવના કલ્યાણની ભાવનાથી પૂર્વના ત્રીજા ભવે નિકાચિત કરેલ તીર્થંકર નામકર્મના ઉદયે તીર્થકર પદ પ્રાપ્ત થાય છે, આતમા તીર્થંકર બને છે. પરંતુ આ તીર્થકર નામકર્મને રદય તે કેવલજ્ઞાન પામ્યા પછી જ થાય છે. કેવલજ્ઞાન પામ્યા પછી દેવતાઓ આવે છે. સમવસરણની ત્રણ ગઢની રચના થાય છે. પ્રભુ દેશના આપે છે. દેશના નિષ્ફલ જતી નથી. ત્રણે ભુવન– લેકના દેવી-દેવતાઓ, મનુષ્ય, નરનારીઓ, તિર્યંચ પશુપક્ષીઓ, દેવ-દાનવ-નરેન્દ્ર-ઈન્દ્રાદિ સર્વ માને છે, પૂજે છે. આ બધું તીર્થકર નામકર્મની પુણ્યાઈથી પ્રાપ્ત થાય છે. - શ્રેણિક જેવા મહારાજાએ, સુલસા જેવી પરમ શ્રાવિકાઓ અને રાવણ જેવા વિદ્યારે પણ તીર્થકર નામકર્મ બાંધ્યું છે. અને આવતે ભવે તીર્થકર બનશે. * મહારાજા શ્રેણિક આવતી ચોવીશીમાં પદ્મનાભસ્વામી નામે પ્રથમ તીર્થકર બનશે & રાવણ જેવો આત્મા મહાવિદેહમાં તીર્થકર બની મેક્ષે જશે. * મહારાજા શ્રીકૃષ્ણ વાસુદેવ પણ આવતી ચોવીશીમાં શ્રીઅમ સ્વામી નામે તીર્થકર બનશે. * તુલસા, રેવતિ જેવી શ્રાવિકાઓ, કાકા સુપાર્શ્વ, ઉદાયિ જેવા રાજાઓ વગેરે પણ તીર્થકર બની મેક્ષે જશે.