SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ 309 કેઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે– આ સંસાર અનન્ત આત્માઓથી ભરેલો છે. વિવિધ દર્શનમાં કઈ “એકાત્મવાદી” છે અને કેઈ “અનેકાત્મવાદી” છે. જૈનધર્મ “અનન્તાત્મવાદી” છે. પામર આત્મા અને પરમ આત્મા. પામર હોય કે પરમ પરતુ આત્મતવ તે સમાન જ છે. પામરપણું નીકળી જાય એટલે પરમપણું આવી જાય-પ્રગટ થાય. જેમ વાદળાંથી ઢંકાયેલે સૂર્ય અને વાદળાનું આવરણ ખસી જતાં દેખાતે સ્વચ્છ સ્પષ્ટ સૂર્ય. બન્નેમાં સૂર્ય તે જે છે તે જ છે. સૂર્યમાં ફરક નથી. સૂર્ય નથી બદલાયે, અવસ્થા બદલાઈ છે. એ જ પ્રમાણે આમેદષ્ટિએ—સવ આત્મા સમાન ગુણવાળા છે–સાદશ્ય ગુણનિમિત્તક છે. કઈ વસ્તુને સાદેશ્યની ઉપમા આપવામાં આવે તે એને અર્થ એ નથી કે તે વસ્તુ જ તે છે. ના, તે વસ્તુ તે જ છે એમ ન કહેતાં “તે વસ્તુ તેના જેવી છે? એ વાક્ય તદ્દન સત્ય છે. દા. ત. “આનું મોઢું તે ચન્દ્ર જેવું ગેળ છે.” એટલે આનો અર્થ એ નથી કે એનું મેટું ચન્દ્ર જ છે. ના, સાદૃશ્ય ગેળાઈની એકદેશીય લેવામાં આવી છે અને તેને વ્યવહાર કર્યો છે. એટલે પરમાત્મા અને પામર આત્મા અને આત્મદષ્ટિએ સમાન છે. ફરક માત્ર એટલે જ કે એક કમચ્છાદિત છે અને બીજે કર્મરહિત છે. તે કર્માચ્છાદિત જ કર્મ રહિત બનવાને, અપૂર્ણ જ પૂર્ણ બનવાને, પામર જ પરમ બનવાને. માટે જૈનધર્મ કહે છે કે "Each and every soul have a right to become a God... દરેક ભવ્યાત્મામાં પરમાત્મા થવાની મૂળભૂત બીજશક્તિ તે પડી જ છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy