________________ 307 આ ક્રિશ્ચિયન ધર્મ તેમના ધર્મ પ્રવર્તક તરીકે “ઈસામસીસ”ને માને છે. આ ઈસ્લામ ધર્મના પ્રવર્તક તરીકે “મહમ્મદ પૈગમ્બર”ને માનવામાં આવે છે. * ભગવાન બુદ્ધ બૌદ્ધ ધર્મના પ્રવર્તક માનવામાં આવે છે. * ગુરુનાનકને શીખે પિતાના પ્રથમ ગુરુ માને છે. જ હિન્દુ ધર્મમાં વિષ્ણુને વૈષ્ણવ સંપ્રદાયવાળા માને છે. અને શંકરને શમતાનુયાયી માને છે. * પરંતુ બધા ધર્મોની જેમ જૈનધર્મની વ્યવસ્થા નથી. એવા કેઈ નામના ભગવાન નથી કે જેમના નામે જૈન ધર્મ ચાલ્યા હોય. મહાવીરના નામને ધર્મ અને પાર્શ્વનાથના નામને ધર્મ જુદે નથી. અને તેમના નામે ધર્મ ઓળખાતે પણ નથી. એટલા માટે જૈન ધર્મને વ્યક્તિ પરક ધર્મ ન કહેતાં ગુણુપરક ધર્મ કહેવામાં આવે છે. શ્રી નવકાર મહામંત્રમાં–“નમે મહાવીરાણું” કે “નમે આદીસરાણું” એવા પદે નથી વાપરવામાં આવ્યાં. પરંતુ “નમે અરિહંતાણું” પદ મૂકવામાં આવ્યું છે. “અરિહંત' નામના કેઈ ભગવાન થયા નથી. “અરિહંત” એ કઈ ભગવાનનું નામ નથી. “પરતુ ગુણ અવસ્થા છે. મહાવીર પણ અંતે અરિહંત બન્યા. ત્યારે ભગવાન તરીકે પુજાયા. અવતારવાદ– દરેક ધર્મોમાં " અવતારવાદ” Incarnation પદ્ધતિ માનવામાં આવી છે. “અવતારવાદ” એટલે તે જ ભગવાન ફરી ફરી જન્મ ધારણ કરે છે, સંસારમાં આવે છે, એવી માન્યતા ઇતર ધમૅની છે.