________________ 306 છે. તેમના અનંત જ્ઞાનની બહાર જગતને કઈ પણ પદાર્થ નથી. અને તેઓ વીતરાગી હોવાથી મૃષાવાદનું કેઈ કારણ જ નથી રહેતું. આગમશાસ્ત્રની આ વાતે શ્રદ્ધગમ્ય છે. અગુરુલઘુ નામકર્મ સંસારમાં સર્વ શરીર ધારણ કરીને જ રહેલા છે. સર્વેને શરીર છે. અને વજન-હલકાપણું કે ભારેપણું તે શરીરનું જ હોય છે. આત્માનું કેઈ વજન નથી. આત્મા નથી તે હલકે કે નથી ભારે. આપણે એક બાલદી ભરીને પાણી પણ ઉપાડીએ છીએ તે એ પણ કેટલું વજનદાર હોય છે. જમીનની માટી કે ધૂળનું પણ વજન તે હોય જ છે. વજન-હલકા-ભારેપણું પુગલનો ગુણ છે. અને શરીર પુગલનું જ બનેલું છે માટે શરીરનું વજન હોય છે. દેખાતું પાણી પણ અસંખ્ય અકાય છનું શરીર છે. એટલે પાણીનું વજન હોય છે. વજન બે પ્રકારનું છે. ગુરુ એટલે ભારે, અને લઘુ એટલે હલકું. શરીરનું વજન પણ છને જે કર્મના કારણે મળે છે, તે છે “અગુરુલઘુ નામકર્મ.” ગુરુ–લઘુ એટલે ભારે-હલકું. અને અગુરુલઘુ એટલે જે શરીર વધારે ભારે પણ ન હોય અને અત્યન્ત લઘુ એટલે હલકું પણ ન હોય અર્થાત્-સમ શરીર હેય તે અગુરુલઘુ નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય છે. વિશ્વના ધર્મો અને ભગવાન વિશ્વમાં અનેક ધર્મો છે. તેમાંના મુખ્ય ધર્મોમાં-જૈન ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, ઈસ્લામ ધર્મ, હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, ઝરાષ્ટ્રીયન ધર્મ, બહાઈ ધર્મ, ઝેન ધર્મ આદિ વિશ્વના પ્રમુખ ધમે છે. દરેક ધર્મના પ્રવર્તક ભિન્ન ભિન્ન ભગવાને છે. તેમાં–