SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ 305 જ સ્વયં ઠંડા અને તેમના શરીરમાંથી નીકળતે પ્રકાશ ગરમ (ઉષ્ણ) હેાય છે અને કર્મગ્રન્થકાર સ્પષ્ટ ખુલાસે કરે છે કે આ આતપનામકર્મ સૂર્યમંડળના પૃથ્વીકાયના જી સિવાય બીજા કેઈને પણ હોતું નથી. જેને પુરા કર્મગ્રન્થકાર મહર્ષિ આપતા જણાવે છે કે - रविबिंबे उ जिअंग, तावजुअं आयवा उ न उ जलणे / जमुसिणफासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति // ઉદ્યોત નામકમ– अणुसिणपयासरूवं, जिअंगमुज्जोअए इहुज्जोआ। जइदेवुत्तरविक्किअ - जोइसखज्जोअमाइव्व // ઉપર આકાશમાં દેખાતું તિષ્ક મંડળ, જેમાં ચંદ્ર-તારા આદિના વિમાને છે તે જ્યોતિષ્ક વિમાનના ચંદ્ર-તારાદિમાં બાદર પૃથ્વીકાયિક જીને આ “ઉદ્યોતનામકર્મને ઉદય હેય છે. આ કર્મના ઉદયે એ જી સ્વયં શીત-ઠંડા અને તેમને પ્રકાશ પણ ઠંડે હોય છે. તે છાનું શરીર ઠંડે પ્રકાશ પાથરે છે. તે જ પ્રમાણે શ્લેકમાં જણાવ્યા પ્રમાણે યતિ એટલે સાધુ અને દેવતાઓનું ઉત્તરક્રિય શરીર પણ ઉદ્યોતનામકર્મવાળું હોય છે. તેમ જ ખદ્યોત એટલે એટલે ખજૂએ એટલે આગિયે જે ચઉરિન્દ્રિય પ્રાણી છે તેને પણ આ નામકર્મને ઉદય હોય છે. આગિયાના શરીરમાંથી પણ પ્રકાશ નીકળે છે, પ્રકાશના ઝબકારા થાય છે, એમાં એની શરીરરચનાવિશેષની જ વિશિષ્ટતા છે અને તે આ કર્મને આભારી છે. જૈનશાસનમાં આવી વાતે કેવલજ્ઞાનીપ્રણીત છે. આ વિષય સામાન્ય માનવીને નથી. સામાન્ય માનવી એવા આપણી પાસે તે માત્ર ઇન્દ્રિયની જ શક્તિ છે. ઇન્દ્રિય-પ્રત્યક્ષ જ કરી શકીએ છીએ. જ્યારે કેવલજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા અનંત જ્ઞાનથી જુએ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy